Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કચ્‍છના મુંદ્રામાં પૂર્વ સરપંચને છેલ્લી ઘડીએ ટિકિટ ન મળતા મુંદ્રા બારોઇ વિકાસ સમિતીના નેજા હેઠળ ચૂંટણી જંગમાં

(રામ ગઢવી દ્વારા) મુન્‍દ્રા તા. ૧૫ : મુન્‍દ્રામાં ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી બંને પક્ષ ભાજપ - કોંગ્રેસ અને અપક્ષ ફોર્મ ભરતા મોટી સંખ્‍યામાં કાર્યકરો હાજર રહ્યા હતા પરંતુ મુન્‍દ્રાના પૂર્વ સરપંચને છેલ્લી ઘડીએ ટીકીટ ન મળતા પોતાની મુન્‍દ્રા બારોઇ વિકાસ સમિતિની જાહેરાત કરતા મુન્‍દ્રાના રાજકારણમાં આવી ગરમી ભાજપના આગેવાન અને નગરપાલિકાના પ્રમુખના દાવેદાર મનાતા એવા મુન્‍દ્રાના પૂર્વ સરપંચ ધર્મેન્‍દ્ર જેસરને ટીકીટ ન મળતા પોતાની નારાજગી વ્‍યકત કરી મુન્‍દ્રા નગરપાલિકામાં પોતાની ટીમ ઉતારતા ભાજપમાં ખળભળાટ મચી ગયો હતો.

ભાજપના બે જુથ થતાં મુન્‍દ્રાની ચૂંટણીમાં નવો વળાંક આવે તેવી શક્‍યતા મુન્‍દ્રાવાસીઓએ વ્‍યકત કરી હતી. જેસર દ્વારા વોર્ડ નં. ૧, ૨, ૩, ૪, ૫ વગેરેમાં પોતાની પેનલ ઉભી રાખતા મુન્‍દ્રાના ચુંટણી જંગ ચોપાખીયો બંને તેવા સંકેત દેખાઇ રહ્યા છે. ભાજપ - કોંગ્રેસ - અપક્ષ - આમ આદમી પાર્ટી વગેરે ચુંટણીમાં જંપલાતા મુન્‍દ્રાનો ચૂંટણી જંગ રસપ્રદ બને તેવું ચિત્ર દેખાઇ રહ્યું છે.

ભાજપ વતી અનુરતસિંહ દવે, વિક્ષામ ગઢવી, વિરમ ગઢવી, ડોસા બાતિયા, પાલુ ગીલવા, જીગર છેડા, સામજી સોંઘમ, છાયાબેન ગઢવી, પદુમનસિંહ જાડેજા, વાલજી લાખાણી, અસલમ તુર્ક, કોંગ્રેસ વતી ચંદુભા જાડેજા, જેમા રાયમા, કિશોર પિંગોલ, કપીલ કેસરિયા, મુકેશ ગોર, ઇસ્‍માઇલ રાઇદ, ભાવનાબેન ગૌર, નાનજીભાઇ, મીઠુભાઇ, નવીનભાઇ, આશા લાખા નીલવા વગેરે બંને પક્ષોના આગેવાનો અને કાર્યકરો બહોળી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:42 am IST)