Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જામજોધપુર તાલુકા પંચાયતમાં ભાજપે ટિકીટ ન આપતા ૨૦ વર્ષ જુના કાર્યકરના પત્‍નીએ અપક્ષ તરીકે ઝુકાવ્‍યું

જામજોધપુર,તા.૧૫ : જામજોધપુર ભાજપમાં પણ કોંગ્રેસ જેવો જૂથવાદ કરી ગયો હોય તેવું લાગી રહ્યુ છે ત્‍યારે શહેરના સગર સમાજના એક આગેવાનને ભાજપે ઘણા સમય થયા સાઇડલાઇન કરી દીધા પછી તાલુકા પંચાયતની ચૂંટણીમાં ૨૦ વર્ષ જુના ભાજપના કાર્યકર અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ રહી ચુકેલા માલદેભાઇ પીપરોતરને ટીકીટ ન ફાળવતા રોષ સાથે તેમના પત્‍ની ભીનીબેન દ્વારા અપક્ષ ધ્રાફા બેઠક પર ઉમેદવારી કરેલ છે માલદેભાઇએ જણાવ્‍યુ કે દસ દિવસ પહેલા અન્‍ય પક્ષોમાંથી આવેલને ટીકીટ ફાળવતા અને ભાજપના વફાદારોને અન્‍યાય થતા જામજોધપુરના સગર સમાજને સાથે રાખી અપક્ષ ઉમેદવારી નોંધાવેલ છે આમ સગર સમાજના ભાજપના સનિષ્‍ઠ વફાદાર આગેવાનોની અવગણના તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં નવાજૂની કરે તો નવાઇ નહી તેવું રાજકીય પંડીતોમાં ચર્ચાય છે.

(11:45 am IST)