Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભાજપનો મુદ્દો વિકાસ : કોંગ્રેસને પોલીસનો દંડ-મોંઘવારીના મુદ્દા ગજાવ્યા

રાસ્તે મેં દેખા એક નેતા જૈસા આદમી ગરીબ કે પૈર પર ખડા થા, મુઝે આશ્ચર્ય હુઆ, પતા ચલા વહ ચૂનાવ મેં ખડા થા.. :૬ મહાનગરોમાં જાહેર પ્રચારના છેલ્લા ૫ દિવસ બાકી : નગરો અને ગામડાઓમાં નવા કૃષિ કાયદાના ફાયદા અને નુકશાનીની વાતો ચાલે છે : ભાજપ વિકાસ કામો ઉપરાંત સુરક્ષા, રામમંદિર, કલમ ૩૭૦ વગેરે બાબતો વર્ણવે છે : કોંગ્રેસ, એન.સી.પી, આમ આદમી પાર્ટી વગેરે માટે ઇ-મેમો લોકડાઉનના કેસ, પેટ્રોલ -ડીઝલ ગેસના વધેલા ભાવ પ્રચારના ધારદાર મુદ્દા.

રાજકોટ,તા.૧૫:  રાજ્યના રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરત તે ૬ મહાનગરરોની ૫૭૫ બેઠકો માટે (અમદાવાદમાં ૧ બેઠક બિનહરીફ) તા. ૨૧મીએ સવારે ૭ થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન થનાર છે. શુક્રવારે સાંજ સુધી તેનો જાહેર પ્રચાર થઇ  શકશે. મતદાન પૂર્વેના અંતિમ દિવસોમાં પ્રચાર વેગવંતો બન્યો છે. ૮૧ નગરો, ૨૩૧ તાલુકા પંચાયત અને ૩૧ જિલ્લા પંચાયતોની ચૂંટણી તા. ૨૮મીએ થશેે. તેના પ્રચારના ભુંગળા ૨૬મીએ બંધ થશે. કોરોના પણ પ્રચારમાં ચમકે છે.

ચૂંટણીમાં ભાજપ,કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી, બસપા, એન.સી.પી વગેરે પક્ષો અને અન્ય પક્ષો મેદાને છે. ભાજપે વિકાસને મુખ્ય મુદ્દો બનાવ્યો છે. ઉપરાંત કલમ ૩૭૦ હટાવી, રામ મંદિર નિર્માણ, મોદીનું પ્રભાવક નેતૃત્વ, રાજ્યમાં ખેતી સહિતના પોલીસ દ્વારા વસુલાતા આકરા દંડ, પેટ્રોલ-ડીઝઇ,રાંધણ ગેસના ભાવમાં જબ્બર વધારો, મોંધવારી, બેકારી, ભ્રષ્ટાચાર વગેરે મુદ્દા પર ભાર મૂકયો છે.

નવા કૃષિ કાયદા પછી રાજ્યમાં વ્યાપક જનાદેશનો પ્રથમ અવસર છે. નવા કાયદાઓથી ખેડૂતોને મબલખ ફાયદો થશે તેવુ ભાજપનું કહેવું છે. કોંગ્રેસે આ કાયદાથી ખેડૂતો પાયમાલ થઇ જશે તેવી વાત ખેડૂતો સમક્ષ પ્રભાવક રીતે મૂકી છે. સોશ્યલ મીડીયા, પ્રિન્ટ મીડીયા, ઇલેકટ્રોનીક મીડિયા, રેલી સભા, વાહન ઘરે ઘરે સંપર્ક વગેરે દ્વારા ઉમેદવારોમાં પ્રચાર થઇ રહયો છે.

(11:55 am IST)