Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જિલ્લા પંચાયતની પડધરી બેઠક ઉપર ગીરૂભા જાડેજાએ ફોર્મ ભર્યુ

(મનમોહન બગડાઈ દ્વારા) પડધરી, તા. ૧૩ :. રાજકોટ જિલ્લા પંચાયતની પડધરી બેઠક ઉપર કોંગ્રેસ પક્ષમાંથી હડમતીયા (જ.) ગામના સરપંચ અને પડધરી તાલુકા સરપંચ એસોસીએશનના પ્રમુખ ગીરૂભા ચંદુભાઈ જાડેજાએ પોતાનુ ઉમેદવારી ફોર્મ રજુ કર્યુ છે.

તેઓએ ઉમેદવારી ફોર્મ રજુ કરતા કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરોએ જ્વલંત વિજયની શુભેચ્છા પાઠવી છે.

(12:49 pm IST)