Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જુનાગઢ વોર્ડ -૧૫માં ચૂંટણી અંતર્ગત પોલીસ બંદોબસ્‍તઃ તંત્ર દ્વારા નવતર પ્રયોગ

જુનાગઢ, તા.૧૫: ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર એ ડિવિઝનના  પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.કે.ઉંજીયા, પીએસઆઇ વી.જે.ચાવડા, સી ડિવિઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી.જે.બોદર તથા પોલીસ સ્‍ટાફ દ્વારા ર્ંવોર્ડ નં. ૧૫ ના આંબેડકર નગર, ધરાર નગર, મેદ્યાણી નગર, પ્રદીપ ટોકીઝ, દાતાર રોડ, ખાડિયા, રાજીવનગર, લિરબાઈપરા, સહિતના વિસ્‍તારમાં પોલીસના વિશાળ કાફલા સાથે સંયુક્‍ત ફૂટ પેટ્રોલિંગ રાખી, પ્રોહી બુટલેગરોને ચેક કરવાની તથા જાણીતા ગુન્‍હેગારોને ચેક કરવાની કામગીરી ઉપરાંત, જુદી જુદી પાર્ટીના જન સંપર્ક સમયે કોઈ સુલેહશાંતિનો ભંગ ના થાય એ બાબતે બંદોબર્સ્‍તં પણ જાળવવામાં આવેલ હતો.

ંજૂનાગઢ જિલ્લામાં તાલુકા/જિલ્લા પંચાયત ચૂંટણી તથા શહેરમાં મ્‍યુનિસિપલ કોર્પોરેશનની પેટા ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ પસાર થાય તે માટે ર્ંજિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વાર્રાં એરિયા ડોમીનેશન કરવાની તેમજ પ્રોહી. બુટલેગર અને ગુન્‍હેગારોને ચેક કરવાના નવતર પ્રયોગ આધારે ર્ંઆ તમામ અધિકારીઓ દ્વારા માથાભારે ઈસમોને મર્યાદામાં રહેવા તથા ચૂંટણી દરમિયાન કે ત્‍યારબાદ કોઈ ગુન્‍હાહિત પ્રવૃત્તિમાં નહિ પડવા અને ગુન્‍હાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા પોલીસની ભાષામાં સમજાવવામાં આવેર્લં હતું. ઉપરાંત જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા ર્ંજાતે સમગ્ર વિસ્‍તારની વિઝીટ કરી, આંબેડકર નગર ખાતે ખોલવામાં આવેલ તંબુ ચોકી જેવી જ તબું ચોકીઓ  મેઘાણી નગર, હનુમાન ચોક તેમજ રાજીવનગરમાં ખોલી, ક્રોસમાં મોબાઈલ પેટ્રોલિંગ તેમજ મોટર સાયકલ ઉપર પેટ્રોલિંગ પણ ગોઠવવામાં આવેલ છે. વોર્ડ નં. ૧૫ની ચૂંટણીમાં ગરબડ કરવાની મુરાદ ધરાવતા ઈસમો ઉપર ખાસ વોચ રાખવા ક્રાઇમ બ્રાન્‍ચ અને એસ.ઓ.જી.ના પેટ્રોલિંગ સાથે ખાનગીમાં વોર્ચં પણ ચાલુ કરવામાં આવેલ છે. ર્ંજિલ્લા પોલીસ દ્વારા સમગ્ર વિસ્‍તારને પોલીસ છાવણીમાં તબદીર્લં કરી દેવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ એરિયા ડોમીનેશન, ફૂટ પેટ્રોલિંગ દરમિયાન પ્રોહીબિશનના બુટલેગરો અને માથાભારે ઈસમોને ચેક કરવાનો નવતર પ્રયોગ અંગેની કાર્યવાહી ચૂંટણી દરમિયાન સતત અને ત્‍યારબાદ પણ સમયાંતરે ચાર્લું રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

 

(12:54 pm IST)