Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જુનાગઢઃ બેંક સેવામાં ખામી બદલ ખાતેદારને વળતર ચુકવવા હુકમ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા.૧૫: બેંક દ્વારા તેનાં એક ખાતેદારને સેવા આપવામાં ખામી રાખેલ હોવાથી બેંક વિરૂધ્‍ધ તેનાં ખાતેદારને વળતર ચૂકવવાનો ગ્રાહક ફોરમ કોર્ટે હુકમ કરેલ છે.

આ કિસ્‍સાની વિગત એવી છે કે, કેશોદમાં રહેતા આહિર વૃધ્‍ધનું બેંક ખાતું કેશોદની બેંક ઓફ બરોડામાં છે. આ ખાતામાં તેના પત્‍નિનું સંયુકત નામ છે. જો કે આ ખાતામાં આ બંને પેકી કોઇ એકની સહીથી વેવાર થઇ શકે તેવી સવલત બેંકે આપેલ હોવા છતાં તા.૧૦-૧૦-૨૦૧૮નાં રોજ બેંક દ્વારા આ ખાતેદારને તેનાં જોઇન્‍ટ એકાઉન્‍ટ હોલ્‍ડરને બેંકમાં હાજર રાખવા બેંક મેનેજર દ્વારા દબાણ કરવામાં આવેલ અને આ મૂજબ ખાતેદાર તેનાં પત્‍નિને હાજર ન રાખી શકતા બેંકે આ ખાતેદારનો ચેક સહી મળતી નથી તેવાં કારણે પાસ કર્યા વગર રીટર્ન કરેલ તેથી ખા ખાતેદાર દ્વારા બેંકની આ સેવા ખામી બદલ વળતર મળવા જુનાગઢની ગ્રાહક તકરાર ફોરમ કોર્ટમાં જુનાગઢનાં ધારાશાસ્‍ત્રી મનોજ દવે દ્વારા ફરીયાદ કરેલ.

આ કેસમાં બેંક દ્વારા રજુ કરેલ જવાબમાં બેંકે કબુલેલ કે બેંક દ્વારા સંયુકત ખાતેદારને હાજર રહેવાં જણાવેલ બેંકનાં આ જવાબને ધ્‍યાને લઇને જ તેમજ અરજદારનાં વકિલની દલીલ તથા તેમણે રજુ કરેલ ઉચ્‍ચ ફોરમનાં જજમેન્‍ટને ગ્રાહકય રાખી ફોરમ કોર્ટે બેંકે સેવામાં ખામી રાખેલ હોવાનું ઠરાવી ખાતેદારને રૂા.૬૦૦૦/ વળતર ચૂકવવા તથા ફરીયાદ ખર્ચનાં રૂા.૩ હજાર ચૂકવવાં હુકમ કરેલ છે.

(12:56 pm IST)