Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં બીજે દિ' જોરદાર ઝાકળવર્ષા

વાહન વ્યવહારને ભારે અસરઃ મોડે સુધી હેડલાઇટો ચાલુ રાખવી પડીઃ લઘુતમ તાપમાનનો પારો સર્વત્ર ઉંચોઃ માત્ર નલીયામાં ૯ ડિગ્રી

રાજકોટ તા.૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સતત બીજા દિવસે જોરદાર ઝાકળવર્ષા થતા વાહન વ્યવહારને ભારે અસર પડી હતી જો કે સવારે ઠંડીની અસરમાં ઘટાડો નોંધાયો હતો. માત્ર નલીયામાં ૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.અન્યત્ર લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો હતો.

ગઇકાલે જોરદાર ઝાકળવર્ષા થયા બાદ આજે સતત બીજા દિવસે ભેજ વધતા જોરદાર ઝાકળવર્ષા થઇ હતી વાહન ચાલકોએ મોડે સુધી હેડલાઇટ ચાલુ રાખવી પડી હતી.

હવામાન નિષ્ણાતોના મત મુજબ સોમવરાથી ત્રણ દિવસ દરમિયાન ઠંડીનો વધુ એક રાઉન્ડ આવવાની વકી છે ર૦મી બાદ ગરમીમાં વધારો થવાની શકયતા છે. આ મહિનાના અંતિમ અઠવાડિયામાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવન ફુંકાતા કેટલાક ભાગોમાં માવઠાની શકયતા છ.ેનોંધનીય છે કે છેલ્લા ઘણા દિવસોથી મહત્તમ તાપમાન વધી ૩૩ ડીગ્રી સુધી પહોંચી જતા ગરમી વર્તાય છ.ે જયારે પરોઢે પારી ૧૩ થી ૧૬ ડિગ્રીની આસપાસ રહેતા ઠંડક વર્તાય છે. આમ બેવડી ઋતુને કારણે લોકો રોગના ભોગ બની રહ્યો છે.

ર૦ ફેબ્રુઆરીથી ગુજરાતમાં તાપમાનમાં વધારો થશે. ૧પ અને ૧૬ ફેબ્રુઆરીથી પૂર્વ સાગર કાંઠે હવામાનમાં ફેરફાર થતા પુર્વથી મધ્યપ્રદેશ વિદર્ભ અનેપશ્ચિમમાં આવી શકવાની શકયતા છ ે ૧૬ થી૧૮ ફેબ્રુઆરીમાં મધ્યપ્રદેશમાં કમોસમી વરસાદની શકયતા રહેલી છે.૧૮ થી ર૧ ફેબ્રુઆરી દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળા વાદળોથી ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠુ થવાની શકયતા છે વધુ ભેજવાળા વાદળો હશે તો વલસાડ, તાપી, સાપુતારા તેમજ પંચમહાલ, દાહોદ, મહીસગાર અનેમધ્ય ગુજરાતના ભાગોમાં કોમસમી વરસાદ થઇ શકે અરવલ્લ્ી, સારકાંઠા તેમજ સૌરાષ્ટ્ર વાતાવરણ વાદળછાયુ વાતાવરણ રહેવાની શકયતા છે. ર૧ થી ર૩ ફેબ્રુઆરીમાં દેશના ઉતરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષ અને કમોસમી વરસાદ થવાની શકયતા છ.ે

વ્‍હેલી સવારથી રાજકોટ પંથકમાં ગાઢ ધુમ્‍મસ

જીરૂના પાકને નુકશાન થવાનો પૂરો સંભવ : ભારે ધુમ્‍મસને લીધે હાઈવે ઉપર વીઝીબીલીટી ઘટી ગઈ : વાહનો ધીમા ચલાવાઈ રહ્યા છે

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા)જુનાગઢ : જુનાગઢ તેમજ સોરઠમાંથી આજે ઠંડી ગાયબ થઇ હોય તેમ લઘુતમ તાપમાન ૧૬.ર ડિગ્રી નોંધાતા લોકોમાં રાહત થઇ છ.ે

ગત સપ્તાહથી તાપમાનમાં સતત વધઘટ થઇ રહી છે આજે નવા સપ્તાહ પ્રથમ દિવસે જુનાગઢનું લઘુતમ તાપમાન વધીને ૧૬.૧ ડિગ્રી નોંધાયુ હતું જેના પરિણામે આજે ઠંડી નહિવત થઇ ગઇ હતી.

જુનાગઢના ગિરનાર પર્વત ખાતે પણ સવારના તાપમાનનો પારો ૧૧.૬ ડિગ્રી સ્થિર થતા પ્રવાસીઓએ ભેજ મિશ્રીત ઠંડક અનુભવી હતી.

સવારના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬પ ટકા રહ્યું હતું. અને પવનની પ્રતિકલાકની ઝડપ ૩.૬ કિમીની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું લઘુતમ તાપમાન ૧૬.પ, મહત્તમ ર૯ ડિગ્રી હવામાં ભેજ ૯૮ ટકા અને પવનની ઝડપ પ.૪ કિ.મી. પ્રતિ કલાક રહી છ.ે(૬.૨૨)

પોરબંદર અને બરડા ડુંગરમાં સવારે ધુમ્મસ

પોરબંદર તા.૧પ : શહેરના દરિયાકાંઠે તથા રડા ડુંગરના આજે સવારે ગાઢ ધુમ્મસ છવાય હતી ગુરૂતમ ઉષ્ણતામાન ર૯ સે.ગ્રે. ભેજ ઉષ્ણતામાન ૧૪.૪ સે.ગ્રે. ભેજ ૮૪ ટકા સુર્યોદય ૭.રર તથા સુર્યાસ્ત ૬,૪૯ મીનીટે ખંભાળા જળાશય સપાટી ર૮,૬ ફુટ ફોદાળા જળાશય ૩૦,૬ ફુટ

કયાં કેટલી ઠંડી

શહેર         

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ભેજ

ગિરનાર પર્વત

૧૧.૧

,,

૬૫%

નલીયા

૯.૦

,,

૮૫%

જુનાગઢ

૧૬.૧

,,

૬૫%

અમદાવાદ

૧૫.૬

,,

૭૬%

ડીસા

૧૬.૮

,,

૬૦%

વડોદરા

૧૬.૮

,,

૭૫%

સુરત

૧૯.૬

,,

૭૩%

રાજકોટ

૧૭.૯

,,

૯૪%

કેશોદ

૧૫.૪

,,

૯૪%

ભાવનગર

૧૯.૫

,,

૭૩%

પોરબંદર

૧૪.૪

,,

૮૦%

વેરાવળ

૧૮.૮

,,

૮૫%

દ્વારકા

૨૦.૨

,,

૭૭%

ઓખા

૧૯.૨

,,

૮૭%

ભુજ

૧૭.૦

,,

૮૬%

સુરેન્દ્રનગર

૧૬.૮

,,

૯૪%

કંડલા એરપોર્ટ

૧૫.૪

,,

૯૦%

ગાંધીનગર

૧૪.૦

,,

૭૭%

મહુવા

૧૮.૩

,,

૮૫%

દિવ

૧૬.૪

,,

૯૨%

વલસાડ

૧૧.૫

,,

૮૫%

જામનગર

૧૬.૫

,,

૯૮%

વલ્લભ વિદ્યાનગર

૧૭.૪

,,

૭૦%

 

(1:15 pm IST)