Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ખંભાળિયા પાલિકાની ભાજપે ફાળવેલી ટીકીટમાં અનેક આંટીઘુટીઓ

કોંગ્રેસના પાલિકાના વિપક્ષી નેતા સહિતના બે સભ્‍યોએ કેસરીયો ધારણ કરતાં ભાજપે ટીકીટ આપી વોર્ડ નં. ૭માં મહિલા ઉમેદવાર ન મળતા છેલ્લી ઘડીએ બ્રાહ્મણ મહિલા ઉમેદવારને ટીકીટ ફાળવાઇ : ટીકીટની ફાળવણીમાં પરિવારવાદ પણ જોવા મળ્‍યો, ચાલુ ટર્મના પ્રમુખને ટીકીટ કે સંગઠનમાં સ્‍થાન નહીં: કેટલાકનો અંદર ખાને મુંગો ધુંધવાટ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા,તા. ૧૫: ખંભાળીયા પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ટીકીટને લઇને તો કયાંક કાર્યકરો અને વર્ષોથી મહેનત કરતાં આગેવાનો ટીકીટ સમયે જ કપાઇ જતા રોષ ભભૂકી ઉઠયો છે. જો કે આ બાબત ભાજપ માટે પણ એટલી જ ગંભીર બની છે. પરંતુ અંતે આ ડેમેજ કન્‍ટ્રોલ કેવી રીતે કરવુ તે ભાજપ પાસે સારી આવડત હોવાથી ચંૂંટણી સમયે કોઇ મોટી અસર થઇ શકશે નહીં તેવી તમામ ગોઠવણ ભાજપે કરી દીધી છે.

 પાલિકાની ચૂંટણીની તો એક બાજુ પ્રદેશ પાટીલનો એવો આદેશ હોય કે, બે ટર્મથી વધુ ચૂંટાતા હોય તેમજ ૬૦ વર્ષથી વધુ ઉંમર ધરાવતા હોય, સંગઠનમાં કોઇ હોદો હોય તો તેવા લોકોને ટીકીટ આપવામાં નહીં આવે આ આદેશને પગલે અનેક નવા ચહેરાઓને સ્‍થાન પણ મળ્‍યુ છે. પરંતુ બીજી બાજુ ફળીયે આંબલી અને કાતરા ખાંટા આવે તેમ ટીકીટ વહેંચણીમાં પરિવારવાદ તો કોઇને જળ મુળથી જ ઉખાડી નાખવાનો કીમીયો પણ અખત્‍યાર કરવામાં આવ્‍યો છે. ખંભાળિયા પાલિકામાં નો રીપીટ થીયરીમાં પણ બે થી વધુ ઉમેદાવરોને ટીકીટ આપવામાં આવી છે. જ્‍યારે પરિવારવાદની વાત કરીએ તો વોર્ડ નં. ૬ માં સીટીંગ સભ્‍યના ભાઇ તેમજ વોર્ડ નં. ૬ના મહિલા સીટીંગ સભ્‍ય અને તેમનો પરિવાર રાજકારણમાંથી નિવૃતી લેવાનું જાહેર કરે છે. જ્‍યારે બીજી બાજુ તેમની જ પુત્રવધુને ટીકીટ આપવામાં આવે ત્‍યારે દોટ મુકીને દરવાજે પહોંચે તેવો હરખ જોવા મળી રહ્યો છે. આવી બેધારી નિતી પણ ખંભાળિયાના રાજકારણમાં જોવા મળી રહી છે. બીજી તરફ કોંગ્રેસના વોર્ડ નં. ૧ના સીટીંગ સભ્‍ય અને પૂર્વ વિપક્ષી નેતા ઇમ્‍તીયાઝ ખાન પઠાણ કે જેઓ સામાન્‍યસભામાં ત્રાગડા તાણીને દરેક મીટીંગના ભ્રષ્‍ટાચારી એજન્‍ડા હોવાનું કહી ઉગ્ર વિરોધ નોંધાવતા હતા. જેઓ ભાજપની પંગતમાં બેસી જતા ભાજપે તેમને તેમના જ વોર્ડમાંથી ટીકીટ આપી રાજી કરી દીધા છે. વાત કરીએ ચાલુ ટર્મમાં વોર્ડ નં. ૪ના પાલીકા પ્રમુખ તરીકે શાસન સંભાળનાર શ્વેતાબેન શુકલને  ટીકીટ પણ મળી અને ન હતો સંગઠનમાં સ્‍થાન પણ જેને લઇને પણ અદરખાને કેટલોક ધુંધવાટ ફેલાયો છે. શ્વેતાબેનના પતિ અને શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળનાર અમિતભાઇ શુકલ બ્રહ્મસમાજની એક ખાનગી મીંટીગમાં પણ ગયા હતા. જે બાદ કેટલીક વિરોધની પોસ્‍ટ ફેસબુક ઉપર પ્રસિધ્‍ધ કરતા આ મુદો ટોપ ઓફ ધી ટાઉન બન્‍યો હતો.

(1:02 pm IST)