Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ખંભાળિયા વોર્ડ નંબર-૪ ના ભાજપના ઉમેદવારના ફોર્મમાં કેટલાક છબરડા, કોંગ્રેસ વાંધો ઉઠાવશે તો ફોર્મ રદ્દ થવાની શકયતા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૧૫: ખંભાળિયા નગર પાલિકાના વોર્ડ નંબર ૪માં ભાજપ દ્વારા એક ઉમેદવાર ને ટીકીટ આપવામાં આવી છે તેના ઉમેદવારી ફોર્મમાં જન્‍મ તારીખ તેમજ અન્‍ય કેટલીક માહિતીને લઇ છબરડા થયા હોવાનું કોંગ્રેસના ધ્‍યાને આવ્‍યું છે. ત્‍યારે કોંગ્રેસ દ્વારા જો આ મુદ્દે કાયદેસરનો વિરોધ નોંધાવશે તો ભાજપના ઉમેદવારનું ફ્રોમ રદ થવાની પ્રબળ સંભાવનાઓ છે.

(1:01 pm IST)