Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

મોરબીના સનાળામાં ઠપકો આપવા જતા મહિલાને ૪ શખ્સોએ મારમાર્યો

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી,તા.૧૫ : શકત શનાળા ગામના રહેવાસી હરખુંબેન પ્રભુભાઈ ખાંભલા (ઉ.વ.૪૦) પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેના પતિને રણધીર રમેશ હણ સાથે બે માસ પહેલા બોલાચાલી કરેલ જેને ઠપકો આપવા જતા આરોપી રણધીર રમેશ હણ રહે તુલસીનગર મોરબી, કાના ખેંગાર કરોતરા રહે અમરાપર મોરબી, વેલાભાઇ કરણાભાઇ આલ રહે શનાળા અને વિશાલ વેલાભાઇ આલ રહે શનાળા વાળાને સારું નહિ લાગતા ઉશ્કેરાઈ જઈને ગાળો આપી લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી એ ડીવીઝન પોલીસે ચાર ઈસમો વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

રીક્ષા ચાલકો વચ્ચે છુટા હાથની મારામારી

મોરબી સીટી બી ડીવીઝન પીએસઆઈ આર બી ટાપરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી દિલીપ ઉર્ફે ટકો કાનાભાઈ ઉભડીયા (ઉ.વ.૨૨) રહે માળિયા વનાળીયા સોસાયટી અને સંદીપ જયંતી ઉટવાળીયા (ઉ.વ.૨૮) રહે જુના ઘૂટું રોડ યોગીનગર મોરબી ૨ વાળા બંને રીક્ષા ચાલકો સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ નજીક જાહેરમાં આમ જનતાને ખલેલ પહોંચે તે રીતે છુટા હાથની મારામારી કરી બખેડો કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

લીલાપર સ્મશાન પાસે યુવાનને માર માર્યો

મોરબીના સિપાઈવાસ માં રહેતા હુશેન અહેમદ કરીમ જિદાણીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે આરોપી બુધો સતાર ઘાંચી રહે સિપાઈવાસ મોરબી અને બુધાના મિત્રો બે એ ઇસમોએ યુવાનને તારો ભાઈ મજીદ ક્યાં છે કહેતા યુવાને મને ખબર નથી જણાવ્યું હોય જેથી ઉશ્કેરાઈ ગયેલા ઇસમોએ ઢીકા પાટું માર મારી લાકડાની છરી વડે માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે એ ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)