Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જામનગરમાં જમીન કૌભાંડનો પર્દાફાશઃ વધુ એક લેન્‍ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ૪ સામે ગુન્‍હો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: જામનગરમાં વધુ એક જમીન કૌભાંડનો પર્દાફાશ થયો છે. લેન્‍ડ ગ્રેબિંગના કાયદા હેઠળ ૪ સામે ગુન્‍હો નોંધાયો છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ઈકબાલ અલારખા શેખ એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ઈકબાલના પિતાશ્રી અલારખા હાજી શેખની કબ્‍જા ભોગવટાની ખેતી લાયક જમીન રે.સ.નં.૧૩ર૩ પૈકી-૧, એકર ૬ ગુઠા ૩૪, કિંમત રૂા.૧,૬૬,૩ર,પ૯૪/-૦૦ ની જમીન આ કામના આરોપી રાણશીભાઈ કરશનભાઈ રાજાણી, નરશીભાઈ ગોપાભાઈ કાલસરીયા ઓએ પચાવી પાડવા સારૂ કિશોરસિંહ મહેન્‍દ્રસિંહ જાડેજા અને મરણજનાર નકા મૈયા ચારણના નામે ખોટો દસ્‍તાવેજ કરાવેલ તેઓએ આરોપી હરેશભાઈ લક્ષ્મીદાસ પારેખના નામનું કુલમુખત્‍યાર નામુ કરી આપી આરોપી હરેશભાઈ લક્ષ્મીદાસ પારેખ મારફતે નાગેશ્‍વરનગર નોન ટ્રેડીંગ કોર્પોરેશન નામની સંસ્‍થા ઉભી કરાવેલ તેમજ ફરીયાદી ઈકબાલના પિતાશ્રી ના કબ્‍જા ભોગવટાની ઉપરોકત જમીનનો આરોપી રાણશીભાઈ કરશનભાઈ રાજાણી એ ગેરકાયદેસર વેચાણ કરાર ઉભો કરી તેમાં પણ કબ્‍જો કરી લીધેલ છે અને નાગેશ્‍વર નોન ટ્રેડીંગ કોર્પોરેશનના વહીવટદારોએ બીનખેતી કરાવ્‍યા વગર અને પ્‍લોટીંગ નો નકશો બનાવી તેમાં ફરીયાદી ઈકબાલભાઈના કબ્‍જા ભોગવટા વાળી રે.સ.નં.૧૩ર૩ પૈકી ૧ (એકર ૬ અને ૩૪ ગુઠા) જમીનને પણ આ નકશામાં આવરી લઈ પ્‍લોટીંગ કરી આ નાગેશ્‍વર નોન ટ્રેડીંગ કોર્પોરેશન મારફતે કબ્‍જા વગરના વેચાણ કરારથી વેચાણ કરી નાખી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

 દારૂની બોટલ સાથે ઝડપાયો : એક ફરાર

સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હેડ કોન્‍સ. ધવલગીરી પ્રવિણગીરી ગુસાઈ એ ફરીયાદ નોંધાવી છે કે, રણજીતનગર, નેવીલપાર્ક પાસે, જાહેર રોડ, જામનગરમાં આરોપી શકિતસિંહ વિક્રમસિંહ વાઘેલા, રે.જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્‍જામાં ભારતીય બનાવટની ઈંગ્‍લીશ પીવાનો દારૂની કંપની શીલબંધ બોટલ નંગ-ર૦, કિંમત રૂા.૧૦,૦૦૦/- ની પોતાના કબ્‍જાના સ્‍કુટી ગેસ્‍ટ મોટરસાયકલ જેના રજી.નં.જી.જે.-૧૦-સી.એલ.-૪૪૪૪ જેની કિંમત રૂા.૧૦,૦૦૦/- માં રાખી જાહેરમાં નીકળતા કુલ મુદામલા કિંમત રૂા.ર૦,૦૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે. તથા અન્‍ય આરોપી અજયસિંહ લગધીરસિંહ પરમાર, રે. જામનગરવાળો ફરાર થઈ ગયેલ છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કારે મોટર સાયકલને ઠોકર મારતા બે વ્‍યકિતને ઈજા

મેઘપર પોલીસ સ્‍ટેશનમાં રામ ધનીરામ ગોંડ એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી રામ ધનીરામ તથા સાહેદ સંતોષ વિશ્‍વકર્મી પોતાના મોટરસાયકલ ઉપર ખંભાળીયા-જામનગર હાઈવે રોડ ઉપર આવેલ મુરલીધર હોટલથી ચા-પાણી પીને રોડ ઉપર ચડવા જતા આરોપી એક સફેદ કલરની ફોરવ્‍હીલ કાર જેના નં. જી.જે.-૧૦-એ.પી.-ર૭૭૭ પાછળથી પુરઝડપે અને બેફીકરાઈથી ગફલત ભરી રીતે આવી ફરીયાદી રામ ધનીરામના મોટરસાયકલને જમણી તરફથી ઠોકર મારતા નીચે પડી જતા ફરીયાદી રામ ધનીરામ ને ડાબા પગમાં તથા ડાબા હાથમાં ફેકચર જેવી ઈજા કરી તથા મોઢા ઉપર છોલછાલ કરી તથા સાહેદ સંતોષને ડાબા પગમાં તથા છાતીના ભાગે તથા પાંસળીમાં ગંભીર ઈજા કરી નાશી જઈ ગુનો કરેલ છે.

શોર્ટ લાગતા યુવતીનું દાઝી જતા મોત

અહીં સનમ સોસાયટીમાં રહેતા ઈશાકભાઈ અલ્લારખાભાઈ  ખુરેશી, ઉ.વ.૪૪ એ સીટી ભએભ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર નગમાબેન ઈશાકભાઈ ખુરેશી, ઉ.વ.ર૦, રે. સનમ સોસાયટી શેરી નં.ર, કાલાવડ નાકા બહાર, એસ.ટી.ડીવીઝન સામે, જામનગરવાળા પોતાના ઘરે બાથરૂમમાં ઈલેકટ્રીક હીટર દ્વારા ડોલમાં પાણી ગરમ કરવા મુકેલ હોઈ દરમ્‍યાન શોક લાગતા દાઝી જતા મરણ થયેલ છે.

(1:04 pm IST)