Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પોરબંદરના રાજવી નટવરસિંહજીનો કાલે ૧૦રમો ગાદીવારસ દિન

પોરબંદર રાજયની ઉત્‍કૃષ્‍ઠ નગર રચના શિક્ષણ આરોગ્‍ય ઉદ્યોગ રમતગમત ક્ષેત્રે નોંધનીય કાર્યો કરેલ હતાં: કન્‍યા કેળવણીને પ્રોત્‍સાહન આપેલઃ માધ્‍યમિક શાળામાં સૌ પ્રથમ ચિત્રકલા સંગીત કલા સુથાર કામની તાલીમ શરૂ કરાવેલ

(સ્‍મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૧પ : જેઠવા વંશના છેલ્લા રાજવી સ્‍વ.રાણા નટવરસિંહજીના ગાદી વારસ દીન ૧૦ર વિક્રમ સવંત ર૦૭૭ મહાશુદ પાંચમ ખાતે વસંતપંચમી તા.૧૬ મીએને મંગળવારે આવતી કાલે છે. રાજવી નટવરસિંહજીનો જન્‍મ ૩૦ મી જુન ૧૯૯૧ માં શીતલા ચોક દરબારગઢમાં  થયેલ પિતા ભાવસિંહજીનું અવસાન થતા નટરવરસિંહ ગાદી વારસ થયા પરંતુ સગીર વયના અને અભ્‍યાસ કરતા હોય અડેમિનિસ્‍ટ્રેશન શાશન આવ્‍યું અંગ્રેજ સરકારે એડમિનિસ્‍ટર મુકેલ તા. ર૬મી જાન્‍યુઆરી ૧૯ર૦ વસંત પંચમીના દિવસે રાજતિલક કરવામાં આવેલ યાને ગાદી નશીત થયા ત્‍યારબાદ લીંબડીના કુંવરી રૂપાળીબા સાથે તે જ વરસમાં લગ્ન થયેલ.

સને ૧૯ર૮માં પોરબંદર ખાતે મહારાણા મિલના કંમ્‍પાઉન્‍ડમાં  કાઠિયાવાડ રાજકીય પરીષદ ઠકકર બાપાના પ્રમુખ પદે મળેલી તેમાં પુ. રાષ્‍ટ્રપતિના મોહનદાસ કરમચંદ ગંધી, અબ્‍બાસ તૈયબજીઓ પોરબંદરના રાજવી સ્‍વ.રાણા નટરવરસિંહજી ઉપસ્‍થિત રહેલા વ્‍યસન મુકિત અને ખાદી પ્રોત્‍સાહનની ત્‍યારથી રાજવીએ શરૂઆત કરેલી  હિતવર્ધક ટ્રસ્‍ટની સ્‍થાપના અને નરસંગ ટેકરી સામે આવેલ હાલના આંબેડકરનગરના વિશાળ કેમ્‍પસમાં ચરખા, વણાટથી ખાદી કાપડ તૈયાર થઇ પેલેસ ઓફિસે આવતુ ત્‍યાંથી વિતરણ કરાયુંસ્‍વ.રાણા નટવરસિંહએ શિક્ષણ પ્રત્‍યે અતિ જાગૃતી દાખવેલ પૂર્વ પ્રાથમીક માધ્‍યામિક શિક્ષણ આપતી રાજય દ્વારા ચાલતી કન્‍યાશાળા સને૧૮૮૦ માં સ્‍થાપેલ ૧૯૧૮ થી માધ્‍યમિક શાળામાં ચિત્રકલા, સંગીત કલા, સુંથારી કામની તાલીમ અપાતી હતી.

રાજવી સ્‍વ. નટવરસિંહજી રાણાનો ક્રિકેટ પ્રત્‍યેનો શોખ જાણીતો છે. તા. ૨૫, ૨૭, ૨૮ જૂન ૧૯૩૨ ફર્સ્‍ટ ટેસ્‍ટ એમસીસી ટીમ સામે લોર્ડઝન ક્રિકેટ ગ્રાઉન્‍ડ લંડન ખાતે રમનાર ભારતીય ક્રિકેટ ટીમના પહેલા (પ્રથમ) કેપ્‍ટન સ્‍વ. રાજવી રાણા નટવરસિંહજી હતા. ત્‍યારબાદ તેઓએ કેપ્‍ટનનો ચાર્જ ટીમના હિતમાં સ્‍વ.શ્રી સી.કે.નાયડુને સોંપેલ હતો. સને ૧૯૪૫-૪૬માં જગવિખ્‍યાત પ્રિન્‍સ દુલીપના નામે એશિયા બેસ્‍ટ ક્રિકેટ સ્‍કુલ સ્‍થાપી, સ્‍વ. વિજય મરચન્‍ટ પેવેલિયન (જુના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ, હાલ હૈયાત છે) અને ક્રિકેટના નિયમો - માર્ગદર્શન આપતી પુસ્‍તીકા પણ રાજવી સ્‍વ. નટવરસિંહજી રાણાએ પ્રસિધ્‍ધ કરી હતી.

ભાવસિંહજી અને રૂપાળીબા લેડી (ઝનાના) હોસ્‍પિટલ રાજ્‍ય અને દાતા પરિવાર - વાડિયા (પારસી)ના સહયોગથી ઉભી થયેલ અને કોઇપણ જાતની ફી વગર પ્રજાજનોને અને ગ્રામીણ વિસ્‍તારને સુવિધા પુરી પાડતા હતા. ઉપરાંત વાડી પ્‍લોટ, હડિયા પ્‍લોટ, ગાયકવાડી, નગીનદાસ મોદી રોડ, ડિસ્‍પેન્‍સરીની સુવિધા પણ આપેલ છે. ભાવસિંહજી પાર્ક (રાણીબાગ), સુદામા બાગ, ભોજેશ્વર બગીચો, કૈલાસબાગ, ગોપાલ બાગ, ઝુંડાળા બાગ, રેલવે બગીચો, હજુર કોર્ટ બગીચો, ચોબારી, સુલતાન બાગ રાજવાડી, રાંધાવાવ બગીચો (સાંદીપનિ), જેલ બગીચો, ઝુરીબાગ, કમલાબાગ (તરવડા બાગ), રૂપાળીબા બાગ (રૂપાળીબા તળાવ બુરીને બનાવેલ)એ સમયે અસમન્‍યતા હતા. હાલ અમુક હૈયાત અસ્‍તીત્‍વમાં છે. જેમાં ભાવસિંહજી પાર્ક (રાણીબાગ), કમલા બાગ, તરવડા, રૂપાળીબા બાગ રાજવાડી (હાલ ગુરૂકુળ પાસે કબ્‍જો છે). ૪૦ કિ.મી. અંતરે પૂર્વ દિશામાં આવેલ ખંભાળા તળાવ (જળાશય ડેમ) જે છપ્‍પનીયામાં બનેલ. ફોદારા જળાશય (ડેમ) ભારત સ્‍વતંત્ર થયા પછી બનાવેલ છે જે પોરબંદરને પાણી પુરૂં પાડે છે.

દેશી રાજયકાળ દરમિયાન રાવળી સરકારી જમીન ઉપર વૃક્ષો વાવીને તેના ફળ ફુલ લઇ શકાતા અને વૃક્ષો કે તેની ડાળ કાપવાની સખ્‍ત મનાઇ હતી. એશીયાની સર્વ પ્રથમ સીમેન્‍ટ ફેકટરી એશોસીએટ સીમેન્‍ટ યાને એસએસસી સૌથી જુની દેશની હાલ અસ્‍તીત્‍વમાં નથી. કાપડ ઉદ્યોગ મહારાણા ીમલ, મીઠા (સોલ્‍ટ) ઉદ્યોગ, ચોક (મિનરલ) પાવડર, આદિત્‍યાણા પથ્‍થરખાણ (ઘોડા પથ્‍થર-સફેદ) મીઠી પથ્‍થરપાણ (ઓડદર)તેમજ આરજીટી જુના રાજમહેલ થોડા અંતરે)બાકર્સ કારખાનું હાલ હૈયાત નથી. કાચનું કારખાનું હાલ હૈયાત નથી. ઓઇલમીલ જીન મીલ હાલ હૈયાત નથી. દેશી વહાણ બાંધકામ વર્તમાન ફીશીંગ બોટ બને છે. ગજ્જર બ્રધર્સના તાળા  પમ્‍પ, મોઝેક ટાઇલ્‍સ, ફાયર બ્રિકસ, ચાંદીની આઇટમો, ગીફટ આર્ટીકલ્‍સ, દેશી વહાણવટા, ઉદ્યોગ સહીત અસ્‍તિત્‍વમાં અમુક અસ્‍તિત્‍વમાં છે.

રાજયની સરકારી બેંક હાલની પુર્વ સ્‍ટેટ બેંક ઓફ સૌરાષ્‍ટ્ર વર્તમાન ભારતીય સ્‍ટેટ બેંક પોરબંદર રાજયની બે઼ક, દેનાબેંક સ્‍થાનીક સ્‍વ.શેઠ પ્રાણલાલ દેવાકરણ નાનજી પોરબંદરના હતા. હાલ તેમનું રહેણાંક નગીનદાસ મોદી શેઠ  વાણીયાવાડી જુની તીજોરીથી ઓળખાય છે. સિંધીયા સ્‍ટીમ નેવીગેશન કંપનીના મોરારજી અને નરોતમ મોરારજી ભાટીયા વેપારી પણ પોરબંદર હતા. છેલ્લા ડાયરેકટર તરીકે શ્રીમતી સુમતી મોરારજી હતા.

રાષ્‍ટ્રપિતા પૂ. મહાત્‍મા ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં ડર્બન લઇ જનારા ઝવેરી કુટુંબ મેમણ અબુબકર પોરબંદરી છે. આજે પણ વી.જે.મહેસાનો વહીવટ ડર્બનથી આ કુટુંબના ટ્રસ્‍ટીઓ કરે છે. નવો વિકસેલો ઝવેરી બાગ જલારામ કોલોની આ ટ્રસ્‍ટની માલીકીની જમીનમાં છે. ઝવેરી બંગલાનું નામ બદલી સુરજ પેલેસ રખાયેલ. રાણાવાવ-કુતીયાણા પુર્વ ધારાસભ્‍ય ભુરાભાઇના છે.

પ.પૂ. નિ. ગો. ૧૦૮ શ્રી ગોવિંદરાયજી હવેલી (ગોપીનાથ) માધવરાજયજી હવેલી (દ્વારકાનાથજી હવેલી) શ્રી નાથજી હવેલી,રામબાની હવેલી, ગોવર્ધનરાયજીની હવેલી દરબારગઢ પાસે ગોપાલાલજી હવેલી, નરસંગ ચકલા-કોળી ચકલાથી આગળ દશાશ્રીમમાળી વણીક પારેખ પરિવારના ગોપાલાનંદજી હવેલી, ખાનગી, હવેલી, આ હવેલીના મહારાજશ્રીઓ સાહિત્‍ય, સંસ્‍કાર અને સંગીતની ધરોહર હતા. ભારતના ખ્‍યાતનામ હારમોનિયમ વાદક નિ.ગો. ૧૦૮ શ્રી ધનશ્‍યામ લાલજી મહારાજ તથા તેઓશ્રી વંશ દ્વારકેશલાલજી તેના વંશ શ્રી ૧૦૮ રસીકરાયજી (કાકા) ઉપલોટ, હારમોનીયમ, સીતારવાદક આગવા અને અને અદ્વિતીય કલા જ્ઞાનથી સામેલ કરાવેલ. પખવાજવાદક પ્રવીણ પ.પૂ. ગો. ગોવિંદરાયજી મહારાજની અને સિતારવાદક રસિક રાયજી મહારાજશ્રીનું પ્રદાન રાજયમાં ગૌરવપ્રદ છે. ભૂતકાળમાં શાષાી-સંગીત તેમજ હવેલી સંગીતની અને સાહિત્‍યની વિદ્યાપીઠ ઉભી-સચના સનિષ્‍ઠ પ્રયત્‍ન ‘‘લય'' પ્રમુખશ્રી રમેશભાઇ હિંગલાજીઆએ કરેલ હતું. રાજમાતા રામબા, મહારાણા વિકમાતજી સુધી રાજય આશ્રિત હવેલી સંપ્રદાય વિકસ્‍યો હતો. સ્‍વ. રાજવી વિકમાતજીએ પાછડથી હવેલી સંપ્રદાય કાશી જઇ છોડયો હતો. અને શૈવ સંપ્રદાયમાં જોડાયા હતા. આ વિશેષ નોંધનીય ઘટના છે.

મહાત્‍માજીના વિદેશી ચરિત્રકારશ્રી જોસફેફ જેડોકે પોરબંદર શ્વેતનગરી અને જયપુરને(ગુલાબી) સીટી દર્શાવેલી છે. પોરબંદરના સર્જક સ્‍વ. રાણા નટવરસિંહજી અને ઉદ્યોગપતિ સ્‍વ.  નાનજીભાઇ કાલીદાસ મહેતાની આ નગરીને લોકો પેરિસ (સૌરાષ્‍ટ્ર) તરીકે પણ ઓળખે છે. વર્તમાન અંત-સુરખાલી નગરી પોરબ઼દર ઓળખ ઉભી થયેલ છે. દેશ-વિદેશના સુરખાબ યાને ફલેમીંગો વધુ  જોવા મળે છે. નયનરમ્‍યમાં વધારો કરે છે. સ્‍વર્ગસ્‍થ રાજવી રાણા નટવરસિંહજીની પેરિસ યાત્રા દરમ્‍યાન કેટલી મકાનની બાંધાણી નિહાળી બેનમુન મકાનની બાંધણી ઠક્કર પ્‍લોટ વિસ્‍તાર માળવાળા મકાન સુદામા ચોક  વિગેરે રાજવી પોતે જ બાંધકામમાં ઉંડો રસ ધરાવતા. યુગાન્‍ડા રોડ (જુના ફુવારાથી ઉતર રેલ્‍વે સ્‍ટેશન જતા તથા જુના ફુવારાથી એસ.પી. ઓફિસ) ભાવસિંહજી હોસ્‍પિટલ રોડ વાડીયા રોડ, વાઘેશ્વરી પ્‍લોટ, નોર્થબંદર રોડ, ચોપાટી વિલા સરકીટ હાઉસ ઇલેકટ્રીક લાઇટ વચ્‍ચે પોલ ઉભા કરી લાઇટથી રાત્રી સુશોભનમાં વધારો કરતી.

સ્‍વ. રાણા નટવરસિંહ જેઠવાને નિખાલસતા ધરાવતા સાગર ખેડૂ ખારવા સમાજ તેમને લાડથી બોલવતા તેમજ ગ્રામ્‍ય પ્રજાજનો પણ મેર આદિવાસી માલધારી-રબારી વિગેરે પણ તેમની તળપદી ગામઠી મીઠી ભાષામાં સંબોધન કરી  મીઠાશથી આવકારતા ,ં જે રાણા સ્‍વ. નટરવસિંહજી મીઠાશથી આવકારના તુંકારો સ્‍નેહ પરસ્‍પરની આત્‍મીયતતા, લાગણી  વગર-બાપુના નામથી પણ સંબોધન કરતા દેશી રજવાડામાં એક માત્ર સ્‍વ. રાણા નટવરસિંહનું સંબોધન આત્‍મીયતા જગાવનાર રહ્યું.  હંમેશા  તેઓને આ વાત્‍સલ્‍ય પુરૂ પાડેલ છે.

(1:37 pm IST)