Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પાછું ખેંચી લેવા ધમકી ?

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૫ : શહેરમાં કોંગ્રેસના એક ઉમેદવારને ચુંટણી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચી લેવા કેટલાક શખ્‍સો ધમકી આપી ગયાની ચર્ચા થઇ રહી છે.

કોંગ્રેસના એક ઉમેદવારે ચૂંટણીનું ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમના ઘેર રાત્રે કેટલાક શખ્‍સો આવેલ અને ફોર્મ ખેંચી લેવા ધમકી આપવાનું શરૂ કરતા ઉમેદવારે ફોન કરી કોંગ્રેસના આગેવાનો બોલાવતા આ આગેવાનો આવે તે પહેલા ધમકી આપનાર શખ્‍સો ફરાર થઇ ગયાની ચર્ચા છે.

(1:07 pm IST)