Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

માણાવદરની બે જીનીંગમાં તસ્‍કરોનો હાથફેરોઃ બેમા ચોરીની કોશિષ કરી

તસ્‍કરોની રંજાડથી લોકો-ઉદ્યોગકારોમાં ફફડાટ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ, તા. ૧૫ :. માણાવદર ખાતે બાંટવા જતા રોડ પર મામા દેવના મંદિર સામે આવેલ જલારામ જીનીંગ મીલ, રિદ્ધિ ટ્રેડર્સ, મકવાણા જીનીંગ મીલ અને ભાગ્‍યલક્ષ્મી ટ્રેડર્સ નામની પેઢીમાં રાત્રીના સમયે તસ્‍કરો ખાબકયા હતા.

જેમા જલારામ જીનીંગ ફેકટરીની ઓફિસના દરવાજાનો લોક તોડી ટેબલના ખાનામાંતી રૂા. ૫૦ હજારની રોકડની ચોરી થઈ હતી. જ્‍યારે રિદ્ધિ ટ્રેડર્સની ઓફિસમાંથી તસ્‍કરોએ રૂા. ૩૫૦૦ની રોકડનો હાથફેરો કર્યો છે.

ભાગ્‍યલક્ષ્મી ટ્રેડર્સ અને મકવાણા જીનીંગ મીલમાં ચોરીની કોશિષ કરીને તસ્‍કરોએ તરખાટ મચાવ્‍યો હતો.

 આ અંગે વિજયભાઈ ગોરધનભાઈ રૂપારેલીયાની ફરીયાદ લઈ પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ પી.એસ.આઈ. ધોકડીયા ચલાવી રહ્યા છે.

(1:39 pm IST)