Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

દેવભૂમી દ્વારકા જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે મોડી યાદી જાહેર કરતા કેટલીક બેઠકો ઉપર કોંગ્રેસને લાભ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૧પ : દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની બેઠક માટે શનિવારે ફોર્મ ભરવાના આખરી દિને ભાજપે જાહેરાત કરીને ૬ બેઠકો બાકી હતી તેના ઉમેદવારો જાહેર કરીને ફોર્મ ભરાવ્યા હતા જો કે છેલ્લી ઘડીએ કેટલીક બેઠકો પર મજબૂત ઉમેદવારના મળતા કોંગ્રેસનો આની કેટલીક બેઠકો પર સીધો લાભ થયા સંભાવના મનાય છે.

ગત વખતના ઉમેદવારો વિજેતા થયેલા તે મયુરભાઇ ગઢવી, મશરીભાઇ નંદાણીયાએ ફોર્મ ભર્યા નથી તો ભાજપ પૂર્વ પ્રમુખ કાળુભાઇ ચાવડાના પુત્ર પ્રભાતને વડત્રા ભાડથરમાં ટિકિટ માંગેલી જે માંગણી પરત ખેંચતા કરન માડમને ફાયદો થશે.

દેવભૂમિ દ્વારકામાં જિ.પં.ની બેઠકોમાં કોંગ્રેસ દ્વારા બજાણા બેઠક પર કરમુર વીનુબેન ચેતાભાઇ, બટકીયા નાગેશ, રાણીબેન વરપાભાઇ, ભાડથર ગોમીયા મનીષાબેન હમીરભાઇ, ભાટીયા, આંબળિયા અરવિંદ કરસનભાઇ, ભોગાત કંડોરીયા પાનીબેન ભીમશીભાઇ, જાડેજા જીતુભાઇ કિરીટસિંહ, ધરમપુર પાલાધર પરસોતમ ગોવિંદભાઇ, ધતુરીયા કંડોરીયા, વિક્રમ નાથુભાઇ, ફળદુ મારૂ મનીષાબેન, રામસીભાઇ, હર્ષદપુર ગોટીયા રમાબેન સામતભાઇ, કલ્યાણપુર કણઝારીયા રાતીબેન અરજણભાઇ, લાંબા ગોમીયા લખુભાઇ દેવાભાઇ કરસન દેવાભાઇ, રાણ નકુમ લખુભાઇ બોધાભાઇ સગપલા હુણ ગીતાબેન રમેશભાઇ શકિતનગર કરમુર મનારીભાઇ રાણાભાઇ, વડત્રા માડમ કરવા વિક્રમભાઇ, વાડીનાર ખીરા ગુલમામદ મુસા, વટવાળા વિક્રમા રામસુર કુંભાભાઇ તથા વેરાડમાં શિહોરા દામજીભાઇ મનજીભાઇને ઉતાર્યા છે.

ભાજપ દ્વારા પણ નામો બાકી હતાં તે જાહેરા કરીને તમામ ફોર્મ રર બેઠકો માટે ભરી દેવાયા છે. જેમાં બજાણા- જીવીબેન દેવશી  કરમુર, ભાડથર- રેખાબન પ્રતાપભાઇ પિંડારીયા, ચારપાટી રિધ્ધબા શકિતસિંહ જાડેજા, ધરમપુર- સંજય હરિભાઇ નકુમ, હર્ષદપુર- હીરૂબેન દેવાતભાઇ દેથરીયા, શકિતનગર- જીેન્દ્ર મેઘજીભાઇ કણઝારિયા, વડત્ર-ભરતભાઇ જેસાભાઇ ચાવડા, વાડીનાર- બહાદુરસિંહ હરિશચંદ્ર વાઢેર, ભાટીયા- વિક્રમભાઇ વલ્લભભાઇ સોનગરા, ભોગાત- જશુબેન વિજયભાઇ ચાવડા, ધતુરીયા- ખીમાભાઇ ભીમાભાઇ ભોસીયા, કલ્યાણપુર- પુનમબેન નથુભાઇ, બેલ, લાંબા રણમલભાઇ લખુભાઇ માડમ, નંદાણા, લાભુબેન જગાભાઇ ચાવડા, રાણ મોહનભાઇ નાથાભાઇ સોનગરા, બટડીયા રમાબેન લુણાભા સુતાણિયા, મીઠાપુર ગીતાબેન વનરાજભા માણેક, વરવડા જેઠાભાઇ કરશનભાઇ હાથીયા, વેરાડ, જેઠાભાઇ, સાગપળા રાનુબેન વીરાભાઇ મોરી, મોટા કાલાવડ દેવશીભાઇ લખમણ કરમુર તથા ઢેબરમાં રતનબેન મેઘજી પીપટોનટે ફોર્મ ભર્યા છે.

(3:26 pm IST)