Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જામકંડોરણાની દડવી બેઠકના કોંગી ઉમેદવાર સોનલ બગડાની કલેકટર સમક્ષ ધાઃ ભાજપ કાર્યકરો સામે આક્ષેપો

પોલીસે ફરિયાદ નો લીધી એટલે કલેકટર સમક્ષ રજુઆત

રાજકોટ તા. ૧પઃ જામકંડોરણાની દડવી બેઠકના કોંગ્રેસ ઉમેદવાર શ્રી સોનલબેન રાજેશભાઇ બગડા આજે બપોરે કલેકટર સમક્ષ ફરીયાદ માટે દોડી આવતા અને ધરણા ઉપર બેસવાની ચીમકી આપતા વાતાવરણ તંગ બની ગયું હતું.

સોનલબેને એવો આક્ષેપ કર્યો હતો કે મેં કોંગ્રેસમાંથી ફોર્મ ભર્યા પછી, ભાજપના ૩ કાર્યકરોએ મને ધમકી આપી છ઼ે, અને ફોર્મ પરત ખેંચી લેવા દબાણ કરી રહ્યાની અને લાખો રકમની ઓફર કરી રહ્યાની ફરીયાદ વહેલી સવારે પોલીસને કરી, પરંતુ પોલીસે ફરિયાદ નહિં લેતા પોતે કલેકટર સમક્ષ આજે ફરીયાદ અરજી સાથે દોડી આવ્યા હતા, અને કલેકટર સમક્ષ ધા નાંખી ન્યાય નહિં મળે તો ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.

(4:45 pm IST)