Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી અને પાંચજન્ય ટ્રસ્ટ બેટ દ્વારકા ના સંયુક્ત ઉપક્રમે બેટ દ્વારકા મુકામે આદર્શ એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓએ જઈ અને દરિયાઈ જીવ સૃષ્ટિને નડે તેવો પ્લાસ્ટિકનો કચરો સફાઈ કરવા માટેનું અદભુત કાર્ય કર્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા)ધોરાજી;ધોરાજી આદર્શ એજ્યુકેશન સોસાયટી  અને પાંચજન્ય ટ્રસ્ટ બેટ દ્વારકા  ના સંયુક્ત ઉપક્રમે  બેટ દ્વારકા મુકામે આદર્શ એજ્યુકેશન સોસાયટીના વિદ્યાર્થીઓએ જઈ અને  દરિયાઈ જીવ સૃષ્ટિને નડે તેવો પ્લાસ્ટિકનો કચરો  સફાઈ કરવા માટેનું અદભુત કાર્ય કર્યું અને લગભગ ગણતરીની મિનિટોમાં ટેક્ટર ભરાય તેટલો કચરો ભેગો કરી દીધો અને આખો બીચ સાફ કર્યો .....

કારણ? દરિયાઈ જીવસૃષ્ટિ. વધતા જતા દરિયાકિનારા પ્રવાસન અને કિનારા પર ફેંકેલો કચરો મુખ્યત્વે ઘણાં દરિયાઈ કાચબાઓ, સિલ, સી લાયન, વ્હેલ , ડોલ્ફિન, દરિયાઈ પક્ષીઓનાં મૃત્યુ નું કારણ બની રહ્યું છે. તેમજ ફેંકેલો પ્લાસ્ટિક નો કચરો સૂર્ય પ્રકાશ દ્વારા સડી માઇક્રો પ્લાસ્ટિક થઈ આપણાં જ ભોજન માં નિમક ની સાથે અને માછલીઓ દ્વારા આપણાં સુધી પહોંચી રહ્યું છે.

મોટા ભાગ નાં ટૂરિસ્ટ પ્લેસ પ્રાકૃતિક સંપદા ને આધારિત હોય છે. તેમાંથી માંડવી નાં સુરમ્ય દરિયાકિનારા વિશે દરેકે સાંભળ્યુ જ હશે. આજે તે ગુજરાત નું, મોટાભાગનાં લોકોનું પ્રાથમિક પસંદગી નાં લીસ્ટ માં સ્થાન પામ્યું છે. અને પ્લાસ્ટિક નાં વધતા જતાં ઉપયોગ ને લીધે ખરીદેલ પ્લાસ્ટિક ત્યાં નું ત્યાં જ ફેંકી દેવામાં આવે છે જે દિવસે ને દિવસે વધતું જ જાય છે.  

આપણે આપણી આસપાસની જગ્યાઓનું કુદરતી સૌંદર્ય સાચવું હશે તો આપણે જ થોડું જવાબદાર થવું જ પડશે. પ્રકૃતિમાંથી પ્રદૂષણ ઓછું થાય તેમજ બીચ પરથી પ્લાસ્ટિક વેસ્ટ સાફ કરીને દરિયાઈ જીવસૃષ્ટિને લાભ થાય તે માટેનો અમારો આ પ્રયાસ છે. અમે આ કાર્ય વિનામૂલ્યે અને પોતાની ઈચ્છાથી કરીએ છીએ.આપણે શા માટે પ્રકૃતિને સાફ રાખવી જોઈએ તથા દરિયાઈ જીવસૃષ્ટિના મહત્વ જેવા વિષયો પર અમે શૈક્ષણિક સત્રો (Educational sessions) પણ રાખીએ છીએ.

 

આ સફાઈ જુંબેશ ના માધ્યમ થી અમે પર્યટકો તેમજ દરિયા કિનારે આવતા શહેરી જનો ને વિનંતી કરીએ છીએ કે તમને નજીકમાં ડસ્ટબિન ન મળે તો તમે પ્લાસ્ટિકનો કચરો તમારી સાથે બેગમાં મુકો અને જ્યારે તમને ડસ્ટબિન મળે ત્યારે ફેંકી દો જેથી તે યોગ્ય recycle unit સુધી પહોંચી શકે. અમારી પોસ્ટ્સ શેર કરીને અને તમારા સ્થાનો પર આ પ્રકારની ઝુંબેશ ચલાવીને પોતાનું યોગદાન આપી શકે છે .. !!

અને સાથે સાથે આદર્શ એજ્યુકેશન સોસાયટીના  વિદ્યાર્થીઓએ ભવિષ્યના નાગરિક તરીકે પોતે આવો કચરો ક્યાંય ફરવા જશે ત્યારે નહીં કરે તેવા શપત પાંચજન્ય ટ્રસ્ટ દ્વારકાના મુરબ્બીશ્રી રવિભાઈ વાઢેર ના સાનિધ્યમાં લીધા હતા

આ સાથે ધોરાજી આદર્શ સ્કૂલના ટ્રસ્ટીઓ કાર્તિકેય પારેખ રમેશભાઈ શાહ પ્રકાશભાઈ શાહ વિગેરે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા

(11:52 pm IST)