Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કોરોનાની લપેટમાં ગોંડલમાં પરિવારના ત્રણ સભ્યોના એક દિવસે મોત

ગોંડલ તા. ૧૫ : શહેરના એસઆરપી કોન્ટેબલ, તેનાં પિતા તથાં બહેનનું કોરોના કહેરથી એક જ દિવસે મોત નિપજતાં એસઆરપી કેમ્પમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ એસઆરપી ગૃપ ૮નાં કોન્સ્ટેબલ જીતેન્દ્રભાઇ દોલતભાઇ સુર્યવંશી હાલ તામિલનાડુ ચુંટણી ફરજ પર હોય દરમ્યાન તબીયત લથડતાં અને કોરોના પોઝીટીવ આવતાં તામિલનાડુની હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.જયાં વહેલી સવારે સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું.

બનાવની કરૂણતાં એ છે કે તેમનાં પિતા દોલતભાઇનું પણ તેમનાં વતન મહારાષ્ટ્રનાં બેટાવદ ગામે કોરોનાને કારણે આજે નિધન થવાં પામ્યું હતું.ઉપરાંત તેમનાં બહેન મંગલબેને પણ આજે જ કોરોનાને કારણે દમ તોડ્યો હોય એક જ પરીવાર ત્રણ વ્યકિતઓ એ જીવ ગુમાવ્યો હોય શોક છવાયો હતો. દોલતભાઇ ગોંડલ ખાતે એસઆરપીમાં ફરજ બજાવી તેમનાં વતનમાં નિવૃત્ત જીવન ગાળતાં હતા. જીતેન્દ્રભાઇ ગોંડલ ફરજ બજાવતાં હતાં. હાલ તામિલનાડુ ચુંટણી ફરજ પર હતા.જયારે તેમનાં બહેન મહારાષ્ટ્રનાં ભાષ્ટ ખાતે રહેતાં હતાં.કોરોના કાળ બની એકજ પરિવાર નાં પિતા,પુત્ર અને પુત્રીને ભરખી ગયો હતો.

(11:41 am IST)