Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

મોરબીના ભરતનગર નજીક સીમ્પોલો કોરોના કેર સેન્ટરનો ગુરૂવારથી પ્રારંભ

સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા કરાશે સંચાલન : ૮૦ બેડની સુવિધાવાળુ કોરોના કેર સેન્ટર

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૧૫ : મોરબીમાં કોરોના કેસોનો રાફડો ફાટ્યો છે અને હોસ્પિટલમાં બેડની અછત વર્તાઈ રહી છે ત્યારે મોરબીમાં સીમ્પોલો ફાઉન્ડેશન દ્વારા તા. ૧૫ થી ભરતવન ફાર્મ, ભરતનગર, કંડલા હાઈવે મોરબી ખાતે સીમ્પોલો કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવશે જેમાં ૮૦ બેડની સુવિધા રહેશે.

સીમ્પોલો કોરોના કેર સેન્ટરમાં ડોકટર અને નર્સિંગ સ્ટાફની ૨૪ કલાક હાજરી રહેશે જયા તમામ જ્ઞાતિના લોકોને સેવા મળી રહેશે જરૂરિયાતમંદ દર્દીઓ માટે સેન્ટરમાં ચકાસણી માટે સવારે ૯ થી ૧ અને સાંજે ૪ થી ૬ કલાકે આવી શકશે કોરોના કેર સેન્ટરમાં ભોજન તેમજ નાસ્તો અને જયુસની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવશે.

અહી દાખલ થવા માંગતા દર્દીનું આધારકાર્ડ, દર્દીને મુકવા આવનારનું આધારકાર્ડ, દર્દીનો પોઝીટીવ રીપોર્ટ અથવા સીટી સ્કેન રીપોર્ટ, કોવીડ પ્રોફાઈલ રીપોર્ટ, અગાઉ ડોકટરને બતાવેલ હોય તે કાગળો, તેમજ જરૂરી કપડા, ટુવાલ, કાયમી ચાલુ હોય તે દવાઓ અને ઓઢવા માટે ચાદર અને ઓછાડ લઈને આવવાના રહેશે દર્દીઓને જરૂરી દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે હેલ્પલાઈન નંબર ૭૨૨૮૯ ૨૨૨૨૨ ઉપર સંપર્ક કરી શકાશે.

(12:47 pm IST)