Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

કાલથી જામનગરમાં ૩ દિ' સ્વૈચ્છીક લોકડાઉન

ચેમ્બર ઓફ કોમર્સ અને તમામ એસોસીએશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા નિર્ણય

તસ્વીરમાં ચેમ્બર ઓફ કોમર્સ કાર્યાલય તથા પત્રકાર પરિષદ સંબોધતા હોદ્દેદારો નજરે પડે છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા -જામનગર)

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૫: જામનગર ચેમ્બર ઓફ કોમર્સ ખાતે તમામ એસોસિએશન દ્વારા પ્રેસ કોંફરન્સ યોજાઇ હતી. જેમાં જામનગરના તમામ વેપારી અને ઉદ્યોગ જગતના એસોસિએશનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

કોરોના સંક્રમણ અટકાવવા જામનગરમાં આગામી શુક્રવારથી ત્રણ દિવસ માટે વિકેન્ડ લોકડાઉન માટેનો ચેમ્બર ઓફ કોમર્સ સહિતની સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા,ગ્રેઇન મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ જીતુભાઇ લાલ, જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખ લખાભાઈ કેશવાલા, વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના સહિતના મહાનુભાવોએ પ્રેસ કોંફરન્સ દરમ્યાન લોકોને કોરોનાની ચેઇન તોડવા સ્વૈચ્છિક બંધ માટે અપીલ માટે નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

(12:56 pm IST)