Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ

બપોરે ધોમધખતા તાપથી રસ્તાઓ સુમસામ

રાજકોટ, તા. ૧પ :  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ધોમધમખતા તાપથી અસહ્ય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે. બપોરના રસ્તાઓ સુમસામ બની જાય છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ : સોરઠમાં એક દિવસની રાહત બાદ આજે સવારથી સુર્યપ્રકોપ શરૂ થઇ ગયો છે.

ગઇકાલે જુનાગઢ સહિતનાં વિસ્તારોમાં વાદળા છવાયા જવાના કારણે મહતમ તાપમાન ર.૧ ડિગ્રી ઘટીને ૪૧.૧ ડિગ્રી નોંધાયુ હતું. જેને લઇ લોકોને આંશિક રાહત મળી હતી.

પરંતુ આજે સવારે જુનાગઢમાં ર૧.૧ ડિગ્રી લઘુતમ તાપમાન સાથે આકાશમાંથી અગ્નિવર્ષા શરૂ થઇ ગઇ છે. સવારનાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ માત્ર પર ટકા જ રહેતા આજે મહત્તમ તાપમાન ૪ર ડિગ્રી આસપાસ રહેવાની શકયતા છે.

જામનગર

(મુકંદ બદિયાણી દ્વારા) જામનગર : આજનું હવામાન ૩પ મહત્તમ ર૪ લઘુતમ ૮૪ ટકા વતાવરણમાં ભેજનું પ્રમાણ ૬.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(2:47 pm IST)