Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

રેશ્મા પટેલની માંગણી સ્વીકારવા જૂનાગઢમાં એનસીપી દ્વારા આવેદન

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા.૧૫ : એનસીપી ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ રાજકોટ સ્થિત એનસીટી કાર્યાલય ખાતે આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે ત્યારે તેની માંગ સ્વીકારવાની માંગણી સાથે જૂનાગઢ એનસીપી પ્રમુખ રણમલભાઇ સિસોદીયાની આગેવાની હેઠળ મુકેશભાઇ કવા, પ્રવિણભાઇ રવિપરા વગેરેએ મુખ્યમંત્રીને સંબોધીને જિલ્લા વહીવટીતંત્રને આવેદન પાઠવ્યુ હતુ.

જેમાં જણાવ્યુ છે કે, રાજયની તમામ હોસ્પિટલો તેમજ કોવીડ સેન્ટરમાં આરોગ્યની સુવિધા ઉભી કરાવવાની માંગ સાથે રેશમા પટેલ ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. ત્યારે એનસીપીના કાર્યકરોએ આત્મવિલોપન કરશે તેવી ચિમકી આવેદનપત્રમાં ઉચ્ચારી છે.

(10:26 am IST)