Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

જસદણ સિવિલમાં ૭૬ વર્ષના વલ્લભભાઈ રૈયાણી ૨૬ દિવસની સારવાર બાદ કોરોના મુકત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ, તા.૧૫: જસદણ શહેરની સરકારી હોસ્પિટલમાં કાર્યરત કોવિડ સેન્ટરમાં ગોંડલ તાલુકાના કમઢીયા ગામના ૭૬ વર્ષિય પુરૂષ દર્દી વલ્લભભાઈ રૈયાણી કોરોના સંક્રમીત થયા બાદ હોસ્પિટલમાં સારવાર માટે અન્ય હોસ્પિટલમાં જગ્યા નહી મળતા જસદણમાં રહેતી દિકરી વિલાસબેન જીતુભાઈ પટેલે પિતાને સારવાર માટે જસદણ બોલાવી તા ૧૮/૪ ના રોજ જસદણ સરકારી હોસ્પિટલના કોવિડ સેન્ટરમાં સારવાર શરૂ કરાવી આજે ૨૬ દિવસની સારવારના બાદ કોરોના વિરૂદ્ઘની જંગમાં વિજય મળતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો હતો.હોસ્પિટલમાં થી રજા આપતી વેળાએ વલ્લભભાઈએ જણાવ્યું હતું કે જસદણ સરકારી હોસ્પિટલમાં મળતી સારવાર અંગે મારી દિકરીને ખુબજ સારો અનુભવ થયેલ હતો જેના કહેવાથી જ હું જસદણ ખાતે સારવાર લેવા માટે તૈયાર થયો હતો જસદણ કોવિડ સેન્ટરના તમામ યોદ્ઘાઓની સારવાર અને સેવાના ભાગરૂપે મે કોરોના વિરૂદ્ઘની જંગમાં જીત મેળવી છે. વલ્લભભાઈના દિકરી વિલાસબેને જણાવ્યું હતું કે મારા પિતાજીને જયારે સારવાર અર્થે જસદણ લાવ્યા તે સમયે તમામ કોરોના દર્દીઓ માટે ખૂબ જ ખરાબ વાતાવરણ હતુ પરંતુ મને જસદણ કોવિડ સેન્ટરમાં સારવાર આપી રહેલા નિડર યોદ્ઘા ઉપર પૂર્ણ વિશ્વાસ હતો મારા પિતાજીનુ દ્રઢ મનોબળ તેમજ સતત ધાર્મિક વાંચન અને સંતોષકારક સારવાર અને સારી સેવાના ફળરૂપે મારા પિતાજીએ કોરોના વિરૂદ્ઘની જંગમાં વિજય મેળવ્યો છે. જસદણ સીએચસીમાં ચાલતી કોવિડ હોસ્પિટલમાં ઇન્ચાર્જ બ્લોક હેલ્થ ઓફિસર ડો. ધવલ ગોસાઈ, અધીક્ષક ડો.મૈત્રીનાં માર્ગ દર્શન હેઠળ શ્રેષ્ઠ સારવાર મળી રહી છે. હોસ્પિટલમાંથી રજા મળતા વલ્લભભાઈ તેમજ તેમના દિકરી વિલાસબેન દ્રારા કોવિડ સેન્ટરમાં સારવાર અને સેવા આપી રહેલા તમામ ૬૦ યોદ્ઘાઓનુ કાયમી સંભારણું બની રહે તેવી ભેંટો આપી સન્માનીત કરી તમામ યોદ્ઘાઓના મો મીઠા કરાવી પ્રેરણાદાયી કાર્ય કર્યું હતુ.

(10:31 am IST)