Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ઉપલેટા : જે.કે.ચાવડાની પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

(જગદીશ રાઠોડ દ્વારા) ઉપલેટા તા.૧૫ : જૂનાગઢના મેયર અને કડીયા સમાજના પ્રમુખ ધીરૂભાઇ ગોહિલના સાથીદાર અને નિવૃત સમાજ કલ્યાણ અધિકારી જે.કે.ચાવડા તાજેતરમાં પ્રદેશ બક્ષી મોરચાના ઉપાધ્યક્ષ જેવા મહત્વના હોદ્દા ઉપર નિમણુંક થઇ છે.

જેને ઉપલેટાના સમાજના આગેવાનો પ્રમુખ પી.પી.ટાંક, રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક રવજીભાઇ ટાંક, હરસુખભાઇ ટાંક, ડી.પી.રાઠોડ, ધર્મેશભાઇ મકવાણા, મનસુખભાઇ મકવાણા, પત્રકાર જગદીશભાઇ રાઠોડ સહિતના આગેવાનોએ આવકારેલ છે.

(11:39 am IST)