Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

કચ્છના દુધઈમાં ૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો : ભચાઉમાં પણ ધરા ધ્રુજી

રાજકોટ તા ૧૫, કચ્છમાં લાંબા સમય પછી ભૂકંપના બે આંચકા અનુભવાયા છે.કચ્છના દુધઈમાં ૩ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જ્યારે ભચાઉમાં પણ  હળવો આંચકો આવ્યો હતો.

      ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરના અહેવાલમાં જણાવાયું છે કે આજે સવારે ૧૦:૨૯ વાગ્યે કચ્છના દુધઈ માં ૩ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જેનું કેન્દ્ર બિંદુ દુધઇ થી ૧૫ કિલોમીટર દૂર દક્ષિણ દિશા તરફ હતું.

     જ્યારે આજે બપોરે ૧૨:૧૫ વાગ્યે કચ્છના ભચાઉમાં ૧.૬ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. જોકે તેની તીવ્રતા ઓછી હતી.

(1:35 pm IST)