Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ભુજના શેરી ફેરીયાએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ: મીની લોકડાઉનમાં આર્થિક મુશ્કેલી વચ્ચે છૂટછાટ આપવા માંગ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ) મીની લોકડાઉનના કારણે ભુજમાં લાંબા સમયથી લારી સહિતના દુકાન ધંધાઓ બંધ છે. જેને કારણે આર્થિક મુશ્કેલી અનુભવતા શેરી ફેરિયાઓ બંધ રહેલા વેપાર ધંધામાં છૂટછાટ આપી ખોલવા માટે માંગણી કરી રહ્યા છે.

આ અનુસંધાને આજે ભુજમાં કલેકટર કચેરી બહાર એક શેરી ફેરિયાએ પોતા ઉપર પેટ્રોલ છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કર્યો હતો. પોલિસે આત્મહત્યા કરવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો. અને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાનની અટકાયત કરી હતી.

(5:34 pm IST)