Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

ધોરાજીમાં વોર્ડ નંબર ૧ ના વડલી ચોકમાંથી પસાર થતી પીવાના પાણીની મોટી લાઈન રીપેરીંગ કરવાના અભાવે પાણી વેડફાય છે

 (કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજી નગરપાલિકા ના વોર્ડ નંબર 1 ના સદસ્ય સોનલબેન શૈલેષભાઈ બાલધા ની યાદીમાં જણાવવામાં આવે છે કે આ કુંભારવાડા વિસ્તારમાં આવેલ વડલી ચોક માં થઈને પસાર થતી પીવાના પાણીની મોટી મેન લાઈન જે અહીંથી પસાર થઈ બગીચાના સંપ સુધી જાય છે જે પીવાના પાણીની લાઈન વડલી ચોકમાં તૂટી ગયેલ છે તેમાંથી છેલ્લા બે માસથી પણ વધારે સમયથી આશરે બે મોટર જેટલું પાણી વહી જાય છે અને આ વડલી ચોક માં મોટો ખાડો પડેલ છે અને આવા ઉનાળાના કપડા દિવસો દરમિયાન લોકો સુધી પાણી પહોંચવાને બદલે કાયમી માટે વેડફાય છે અને આ વડલી ચોકમાં મોટો ખાડો પડી ગયેલ હોય તેના કારણે આ વિસ્તારમાં આવતા જતા વાહનો તેમજ ખાસ કરીને આ વિસ્તારમાં આવેલ સોનાપુરીએ જતી શબવાહિનીઓ નીકળતી હોય છે ત્યારે હાલકડોલક થાય છે અને ક્યારે ખાડામાં વિલ ફસાઈ જાય તે નક્કી કહી શકાય તેમ નથી આ અંગે ઘણા વખતથી નગરપાલિકાના સત્તાધીશો તેમજ ચીફ ઓફિસર શ્રી ને રૂબરૂ તેમજ ટેલિફોનિક જાણ કરવા છતાં આ વિસ્તાર પ્રત્યે રાગ-દ્વેષ રાખીને ઓરમાયું વર્તન કરે છે તેથી આ પાણીની પાઈપ લાઈન રીપેરીંગ કરવા માટે આ અંગે કોઈ પણ પગલા લીધેલ નથી તેથી આ વિસ્તારના લોકો તેમજ સદસ્યો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવે તે પહેલા રીપેરીંગ કરવા માટેની કાર્યવાહી કરવા આ વિસ્તારના લોકો તથા સદસ્ય સોનલબેન શૈલેષભાઈ બાલધા ધોરાજી નગરપાલિકા ને અપીલ કરી હતી.

(8:13 pm IST)