Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગોંદરા પરા શાળાના શિક્ષક નારણભાઈ બારડને ચિત્રકૂટ એવોર્ડ એનાયત કરાયો

તલગાજરડા મુકામે મોરારી બાપુને હસ્તે ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માનિત કરાયા

કોડીનાર:કોડીનાર તાલુકાના ડોળાસા ગામની ગોંદરl પરા શાળાના શિક્ષકની ઉમદા શૈક્ષણિક કામગીરીને ધ્યાને રાખી તલગાજરડા મુકામે મોરારી બાપુને હસ્તે ચિત્રકૂટ એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા 

    ડોળાસાની ગોંદરl પરાં પ્રાથમિક શાળાના સહ શિક્ષક નારણભાઈ એન.બારડને તલગાજરડા ખાતે મોરારિબાપુના પાવન સાનિધ્યમાં યોજાયેલા સન્માન સમારોહમાં પૂજ્ય મોરારિબાપુના હસ્તે પ્રતિષ્ઠિત ચિત્રકુટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.મોરારિબાપુ દ્વારા દર સાલ દરેક જિલ્લાના એક સર્વશ્રેષ્ઠ શિક્ષક ને ચિત્રકુટ એવોર્ડ થી સન્માનિત કરી પ્રેરિત કરવામાં આવે છે.નારણભાઈ બારડના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ તેમજ તેમના મિત્રો ...સાથી શિક્ષક ગણ અને તેમનો વિશાળ ચાહક વર્ગ તેમને આ એવોર્ડ બદલ અભિનંદનની વર્ષા કરી રહ્યા છે.

   
(11:00 pm IST)