Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ભાજપ નેતા અને લોકકલાકાર યોગેશ બોક્ષાની જીભ લપસી: SC સમુદાય માટે અપમાનજનક શબ્દપ્રયોગનો ગુનો દાખલ

ઘટનાને પગલે દલિત સમુદાયના લોકોમાં ભારે રોષ:સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ

ભાજપ નેતા અને લોકકલાકાર યોગેશ બોક્ષા સામે અનુસૂચિત જાતિ માટે અપમાન જનક શબ્દો બોલવા માટે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

ભુજમાં કાર્યક્રમ દરમિયાન યોગેશ બોક્ષા કાર્યક્રમમાં ખલેલ પહોંચતા ઉશ્કેરાઈ ગયા હતા. અને બોલ્યા હતા કે ભાજપ પાર્ટી અને કેસરિયાના કારણે અમે કલાકારો અહિયાં આવિયા છે. તમે કો આમ કરો આમ ન કરો તે માટે નહીં, આટલું બોલી તે અનુસૂચિત જાતિ માટે અપમાનજનક શબ્દપ્રયોગ કરે છે. અને લોકોને શાંતિથી બેસવા અને કાર્યક્રમને સુચારું રૂપે ચાલુ રાખવા અપીલ કરે છે.

કાર્યક્રમ દરમિયાન યોગેશ બોક્ષાની જીભ લપસી હતી જેના કારણે તેઓ અનુસૂચિત જાતિ માટે ન ઉપયોગ કરવાનો શબ્દ ઉચ્ચારી જાય છે. ઘટનાને પગલે દલિત સમુદાયના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર મામલે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે.

(12:32 am IST)