Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

ભાજપ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે ભુજમાં 'કચ્છ કમલમ્' નું ભૂમિપૂજન: ૧૪૦૦૦ સ્ક્વેર ફૂટમાં બનશે અદ્યતન કાર્યાલય

ધોમ ધખતા તાપને ભૂલી બાઈક રેલી દ્વારા જબરદસ્ત ઉત્સાહ સાથે પ્રદેશ અધ્યક્ષને વધાવતા કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરો

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૪ :  પોતાના કચ્છ જિલ્લાના એક દિવસના પ્રવાસે આવેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સતત કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. ભુજમાં તેમના હસ્તે કચ્છ ભાજપ ના નવા કાર્યાલય 'કચ્છ કમલમ્' નું ભૂમિપૂજન કરાયું હતું. શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભૂમિપૂજન માં તેમની સાથે સાંસદ પ્રદેશ મંત્રી વિનોદ ચાવડા, કચ્છ ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલ, ધારાસભ્યો, અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યાંથી બાઈક રેલી દ્વારા કચ્છ ભાજપના આગેવાનો અને કાર્યકરો પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ને દોરી કાર્યકર મિલન સ્થળ ટાઉન હોલ સુધી લઈ ગયા હતા. નવું કાર્યાલય ૧૪૦૦૦ સ્ક્વેર ફૂટમાં બનશે. જેમાં આધુનિક સુવિધાઓ સામેલ હશે.

(2:13 pm IST)