Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબીના નાગડાવાસ નજીક ગાડી કન્ટેનર પાછળ ધુસી જતા એકનું મોત

મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી

મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટિયા નજીક કારના ચાલકે કાર પુર ઝડપે ચલાવીને કારને ટ્રકના પાછળના ભાગે ભટકાડી દેતા એક વ્યક્તિને ગંભીર ઈજા પહોચી હતી તો એકનું મૃત્યુ થયું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ પર આવેલ ગોકુલનગરમાં રહેતા ભરતભાઈ ધરમશીભાઈ જાંબુકિયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી મહિન્દ્રા જીતો ગાડી જીજે ૦૧ એચટી ૪૬૫૦ ના ચાલક સુનીલભાઈ પ્રભુભાઈ ચૌહાણે પોતાના હવાલા વાળી ગાડી પુર ઝડપે ચલાવી મોરબી માળિયા હાઈવે પર નાગડાવાસ ગામના પાટિયા નજીક રોડની સાઈડઅ ઉભેલ ટ્રક કન્ટેનર જીજે ૧૨ બીડબ્લ્યુ ૬૨૮૮ ના પાછળના ભાગે ભટકાડી દેતા ગાડીની બાજુમાં સીટમાં બેઠેલ ફરિયાદી ભરતભાઈને માથામાં, પગમાં અને હાથમાં ગંભીર ઈજા પહોચી હતી તો ગાડીના ઠાઠામાં બેઠેલ સોહનભાઈ સુનીલભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે

(10:12 pm IST)