Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

દ્વારકામાં કવોરન્‍ટાઇન પિરિયડનો ભંગ કરનાર પરિવાર વિરૂદ્ધ ગુનો

ખંભાળીયા તા. ૧૪ : દ્વારકાના લોટસ હોટેલ પાસે રહેતા પરિવારના ચાર સભ્‍યોએ હોમ કવોરન્‍ટાઇન પિરિયડનો ભંગ કરી કોરોના પોઝીટીવ હોવા છતાં બહાર નિકળતા હોવાથી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

પ્રાપ્‍ત વિગત મુજબ દ્વારકાના લોટસ હોટેલ પાસે સિધ્‍ધનાથ પાડામાં રહેતા સોમજીભાઇ ગોપાલભાઇ કારડીયા, નયનાબેન સોમજીભાઇ, ભાવેશ સોમજીભાઇ, નેહાબેન ભાવેશભાઇ વિરૂધ્‍ધ દ્વારકા પોલીસે કાર્યવાહી કરી છે. ઘરમાં સભ્‍યો કોરોના પોઝીટીવ હોવા છતા તેઓ બહાર નિકળી સંક્રમણ ફેલાવતા હોવાથી પોલીસે આઇપીસી. કલમ ૧૮૮,ર૬૯ મુજબ ગુનો નોંધ્‍યો હતો.

ઓખામાં પરિણીતાને જેઠે મારમારતા ફરીયાદ

ઓખામાં નવી બજારમાં બાલમંદિર પાસે હાલ માવતરના ઘરે રિસામણે આવેલી શબનમબેન ઇલીયાસભાઇ સોરા (ઉ.ર૬) નામની પરિણીતા ગઇકાલે તેમના ભાભી સાથે દુધ લઇને ઘરે જતા ત્‍યારે જેઠ તૌફીક ઇલીયાસભાઇ પાછળથી આવી તારામાં સુધારો આવશે કે નહી ? કહી ગાળો કાઢી વાળ પકડીને ઢીકાપાટુનો મારમાર્યો હતો બનાવ અંગે પરીણીતાએ ઓખા મરીન પોલીસમાં જેઠ તૌફીક વિરૂધ્‍ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

દ્વારકામાં ઇંગ્‍લીશ દારૂની ૩ બોટલ સાથે શખ્‍સ ઝબ્‍બે

દ્વારકાના રાણેશ્વર ફાટક પાસે પોલીસ પેટ્રોલીંગ દરમિયાન પસાર થતા શખ્‍સને આંતરીને તલાશી લેતા શખ્‍સના કબ્‍જામાંથી ઇંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૩ મળી આવતા કબ્‍જે કરી ટી.વી.સ્‍ટેશન પાછળ રહેતા અકરમ ઇસ્‍માઇલ સંધીની અટકાયત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(11:34 am IST)