Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

કોરોનાની રસીના કારણે નહીં પરંતુ સુરેન્દ્રનગર જીલ્લામાં શારીરિક બાંધામાં ફેરફાર થતા શરીરમાં ચુંબકીય અસર થવાનું તજજ્ઞોનું તારણ

રસી નથી લીધી તેવા ૧૨ વર્ષના બાળકને તથા રસી લીધી છે તેવા ૫ લોકોમાં મેગ્નેટ પાવર વધ્યો

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૧૪: સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ચોટીલા લીમડી ધાંગધ્રા પંથકના પાંચ લોકોને શરીર ઉપર ગમે તે વસ્તુઓ ચોંટી જતી હોય તેવા બનાવો સામે આવ્યા છે.

જેને લઇને સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓમાં કુતૂહલ સર્જાઈ જવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે કાલે વહેલી સવારથી સાંજ સુધીમાં પાંચ જેટલા બનાવો સામે આવ્યા છે ખાસ કરી મૂળી પંથકમાં બે ચોટીલામાં એક લીંબડી પંથકમાં પણ એક બનાવ અને ધાંગધ્રા પંથકમાં પણ એક બનાવો સામે આવ્યો છે ત્યારે પ્રાથમિક તપાસમાં કોરોના ની રસી લીધા બાદ આવું થતું હોવાનું અનુમાન જિલ્લાવાસીઓ દ્વારા લગાવવામાં આવી રહ્યું છે.

અત્યારે હાલમાં સમગ્ર દેશમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ કાબૂમાં આવી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના સંક્રમણ અટકયું છે અને કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં પણ દ્યટાડો થયો છે તેવા સંજોગોમાં રાજય સરકાર તથા જિલ્લા પ્રશાસન વિભાગ દ્વારા કોરોનાની રસીકરણ વધારવામાં આવ્યું છે ૧૮ થી ૪૪ વર્ષના લોકોને પણ કોરોના ની રસી હવે સુરેન્દ્રનગર જિલ્લામાં આપવામાં આવી રહી છે.

મુળી તાલુકાનાં દુધઈ ગામે આજે વિચિત્ર બનાવ બહાર આવતાં કુતુહલ સર્જાયું હતું જેમાં ગત ચાર તારીખ નાં વેકિસન લીધેલ વ્યકિત અનકભાઈ કરપડા અને મેરામભાઈ કરપડા ની બોડી ચુંબકીય બની ગઈ છે આજે રૂબરૂ મુલાકાત કરતાં તેમની બોડી સાથે ચાવી, માચીસ, સિક્કા ચુંબક ટાઈપ બોડી સાથે ચોંટી જાય છે વધુ માં તેઓ એ જણાવ્યું હતું કે આ વેકિસન ડોઝ લીધાં પછી બોડી માં ફેરફાર આવેલ છે આ બાબતે ડોકટર વધુ માહિતી આપી શકશે હાલ તો ગામજનો માં કુતુહલ સર્જાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના પીપળિયા ગામમાં વસવાટ કરતા ધાંધલ લઘુભાઈના ના પુત્ર રવિરાજ કે જે પોતે ૧૨ વર્ષનો છે ત્યારે આજે વહેલી સવારે તેના શરીર ઉપર પણ આ પ્રકારની મેગ્નેટિક અસર જોવા મળી છે ત્યારે રવિરાજ હજુ સુધી કોરોનાની રસી લીધી નથી તે છતાં પણ તેના શરીર ઉપર ગમે તે વસ્તુઓ ચોટી જઈ રહી છે જેને લઇને ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ માં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે કાલ સાંજ સુધી એવો દાવો હતો કે કોરોના ની રસી લીધી હોય તેમના શરીર ઉપર જ આ મેગ્નેટિક અસર જોવા મળી રહી છે પરંતુ આજે વહેલી સવારે ચોટીલા પંથકના ગ્રામ્ય વિસ્તારના બાર વર્ષના બાળક રવિરાજ ના શરીર ઉપર પણ મેગ્નેટિક અસર જોવા મળી છે જેને લઇને લોકોમાં કુતૂહલ સર્જાયું જવા પામ્યો છે આજુબાજુના લોકો તેમના ઘરે આ એક ચુંબકીય અસર ને જોવા આવી રહ્યા છે.

ત્યારે આજે ડોકટરી ટીમ તથા શારીરિક ઈલાજ કરતા લોકોને પૂછવામાં આવતા તેમના દ્વારા આપવામાં આવેલા તારણ મુજબ સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓનાં શારીરિક બાંધામાં ફેરફાર થયા હોવાથી શરીરમાં મેગ્નેટ ની અસર વધુ જોવા મળી રહી છે તેને લઈને જિલ્લાવાસીઓના શરીરો ઉપર તમામ પ્રકારની વસ્તુઓ ચોંટી રહી છે ત્યારે આ મામલે તરજજ્ઞો એ કોરોનાની રસી સુરક્ષિત હોવાનો પણ દાવો કર્યો છે અને મેગ્નેટિક અસર શરીરમાં વધવાના કારણે લોકોના શરીર ઉપર આવી વસ્તુઓ ચોંટવાના બનાવ બનતા હોવાના ખુલાસા કર્યા છે.

(11:38 am IST)