Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરેન્દ્રનગરમાં મ્યુકર માઇકોસીસના ઇન્જેકશનનું પગેરૂ અંકલેશ્વર તરફ લંબાયુ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સુરેન્દ્રનગરના મેડિકલ ધારક દલસુખભાઈ પરમાર દ્વારા અને સાથે સોહીલ નામના શખ્સ દ્વારા સુરેન્દ્રનગરમાં મયુકર માઇકોસીસ થી પિડીત દર્દીઓને કાળા બજાર કરી અને ઇન્જેકશનો ગેરકાયદેસર રીતે પહોંચાડવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર સીટી પોલીસ દ્વારા આ બંને આરોપીઓની અટકાયત કરી અને તેમની કડક પૂછપરછ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર શહેરની સી જે હોસ્પિટલ પાસેથી આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા.

અને પૂછપરછ બાદ આ બન્ને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટમાં આ બંને આરોપીઓને પૂછપરછ કરવા માટે પાંચ દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા ૧૦ જૂનથી લઈ ૧૪ જૂન સુધી રિમાન્ડ પોલીસને આપવામાં આવ્યા હતા દરમિયાન સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઇ વી વી ત્રિવેદી દ્વારા આ ઝડપાયેલા શખ્સો ની વધુ પૂછપરછ કરવામાં આવી હતી અને રિમાન્ડ લઇ અને આ મામલે વધુ પુછપરછ કરવામાં આવતા મૂળ ૧૦૮ ના કર્મચારી શિવમ મારફતે આ અંગેનો લાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ થવા પામ્યો હતો અને ઇન્જેકશન પહોંચાડવામાં અમદાવાદ ખાતે વસવાટ કરતા અને મૂળ સુરેન્દ્રનગરના પ્રીત નામના વ્યકિત પાસેથી આ સમગ્ર ઇન્જેકશન આવતા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો.જેને લઇને સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકે આ પ્રીતની અટકાયત કરી છે અને હાલમાં તેની પણ આકરી પૂછપરછ હાથ ધરી છે ત્યારે આકરી પૂછપરછમાં પ્રીત દ્વારા અંકલેશ્વર ગામેથી ઇન્જેકશનો લાવવામાં આવતા હોવાનો ઘટસ્ફોટ ખુલાસો થવા પામતા સુરેન્દ્રનગર સિટી પોલીસ મથકના પીઆઈ ત્રિવેદી આજે વહેલી સવારે અંકલેશ્વર ખાતે દોડી ગયા છે.

(11:50 am IST)