Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

જૂનાગઢ પોલીસ દ્વારા કોમ્બિંગ : ગુન્હેગારોમાં ફફડાટ ૨૫ હથિયારો કબ્જે : ત્રણ આરોપીની ધરપકડ કરાઇ

જૂનાગઢ,તા. ૧૪: જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તાજેતરમાં ભારત મિલના ઢોળા ઉપર બનેલ મારામારીના બનાવ અનુસંધાને એ ડિવિઝન પીઆઇ આર.જી.ચૌધરી, પ્રોબે. પીઆઇ અરવિંદ ગોહિલ, રીંકેશ પટેલ, એન.એ.શાહ, પીએસઆઇ એ.કે.પરમાર, આર.પી.ચુડાસમા, વી.આર.ચાવડા, સી ડિવિઝન પીએસઆઇ કે.એસ.ડાંગર, બી ડિવિઝન પીએસઆઇ એમ.આર.ગોહિલ, ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એચ.આઈ.ભાટી, પીએસઆઇ ડી.જી.બડવા, આર.કે.ગોહિલ તેમજ તાલુકા પોસઈ એસ એન સત્રિય ભવનાથ પોસઈ એ. બી. દત્ત્।ા સહિતના જૂનાગઢ શહેર એ ડિવિઝન, બી ડિવિઝન, સી ડિવિઝન, જુનાગઢ તાલુકા, ભવનાથ પોલીસ સ્ટેશન તેમજ ક્રાઇમ બ્રાન્ચ, પેરોલ ફરલો સ્કવોડ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતના આશરે ૧૨ જેટલા પોલીસ અધિકારીઓ તથા ૭૦ જેટલા સ્ટાફના માણસોના વિશાળ કાફલા સાથે ભારતમિલ ના ઢોળા વિસ્તાર તથા દોલતપરા વિસ્તારમાં ભૂતકાળમાં ચોરી, લૂંટ, ખૂન, મારામારી, જુગાર, દારૂ, જેવા ગુન્હાઓમાં પકડાયેલા ગુન્હેગારોનું લિસ્ટ બનાવી કોમ્બિંગ કરી, સદ્યન ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.

દરમિયાન જાણીતા ગુન્હેગારોના ઘર ચેક કરવામાં આવતા, છરી, તલવાર, ધારીયા, ભલા, જેવા કુલ તીક્ષ્ણ હથીયારો  ૨૫ જેટલા મળી આવેલ હતા. જયારે આરોપીઓ હાજર મળી આવેલ નહીં, તેઓ તમામ વિરુદ્ઘ પોલીસ દ્વારા ત્રણ જેટલા જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. ઉપરાંત પ્રોહીબિશન બુટલેગરોને ચેક કરતા આરોપી ભીખુ ઉર્ફે ભીખ શેઠ યુસુફભાઈ નારેજા ઉવ. ૩૨ રહે. કસ્તુરબા સોસાયટી, જૂનાગઢના કબજામાંથી દેશી દારૂ લી. ૧૦ તથા તલવાર સાથે તેમજ આરોપી દાદુ ગુલમહમદ દેઠા ઉવ. રહે. ભારત મિલના ઢોરા ઉપર, જૂનાગઢ ને છરી સાથે પકડાતા, ધરપકડ કરી, પ્રોહીબિશન અને જાહેરનામા ભંગના ગુન્હાઓ નોંધવામાં આવેલ છે. તેમજ સલીમ યુસુફ નારેજા ઉ.વ. ૩૨ રહે. રામદેપરા  વાળા પાસે છરી મળતા તેની વિરુદ્ઘ પણ કાયદેસરની કામગીરી કરવામાં આવેલ છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા ગુન્હેગારોને અંકુશમાં લેવા જુદા જુદા વિસ્તારોમાં કોમ્બિન્ગ કરી, કાર્યવાહી શરૂ કરવામાં આવતા, ભૂતકાળમાં પકડાયેલ ગુન્હેગારોમાં ફફડાટ ફેલાયો છે. ભવિષ્યમાં પણ જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સઘન ચેકીંગ અને કોમ્બિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવશે, એવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(12:59 pm IST)