Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

મોરબી પંથકમાં બે અકસ્માત : બેના મોત

મોરબી તા. ૧૪ : જુના જાંબુડીયા ગામ નજીક આવેલ વિન્ટોપ સિરામિક એકમમાં રહીને કામ કરતો અરબિંદકુમાર દીનદયાળસિંહ (ઉ.૩૦) ડીજી રૂમમાં ઓપરેટર તરીકે કામ કરતા હોય દરમિયાન મોડી રાત્રી થી સવારના સમય ગાળા દરમિયાન ડીજી રૂમમાં આવેલ એરપ્રેસરના કમ્પ્રેસરના અકસમાત થતા અરબિંદકુમારને મોઢા તથા ગળાના ભાગે ગંભીર ઈજા થતા તેનું મૃત્યુ નીપજયું હતું.

શનાળા રોડ પર આવેલ ગોકુલનગરમાં રહેતા ભરતભાઈ ધરમશીભાઈ જાંબુકિયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોધાવી છે કે આરોપી મહિન્દ્રા ગાડી જીજે ૦૧ એચટી ૪૬૫૦ ના ચાલક સુનીલભાઈ પ્રભુભાઈ ચૌહાણે પોતાના હવાલા વાળી ગાડી પુર ઝડપે ચલાવી મોરબી માળિયા હાઈવે પર નાગડાવાસ ગામના પાટિયા નજીક રોડની સાઈડઅ ઉભેલ ટ્રક કન્ટેનર જીજે ૧૨ બીડબ્લ્યુ ૬૨૮૮ ના પાછળના ભાગે ભટકાડી દેતા ગાડીની બાજુમાં સીટમાં બેઠેલ ફરિયાદી ભરતભાઈને માથામાં, પગમાં અને હાથમાં ગંભીર ઈજા પહોચી હતી તો ગાડીના ઠાઠામાં બેઠેલ સોહનભાઈ સુનીલભાઈને ગંભીર ઈજા પહોચતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હતું.

નાની વાવડી ગામે સામાન્ય બાબતે પિતા-પુત્ર સહિત ત્રણ પર હુમલો

નાની વાવડી ગામે સિદ્ઘિ વિનાયક સોસાયટીમાં રહેતા કૃણાલભાઈ ઉપેન્દ્રભાઈ ગોવાણી (ઉ.૩૦)ના પિતાના મિત્ર મનીષભાઈ જોષી બીમાર હોય જેથી કૃણાલભાઈ તથા હિતેશભાઈ આરોપીના ઘર પાસે બેઠા હોય ત્યારે આરોપીના ઘરની દીવાલ પર તગારૃં રાખેલ હોય જે પવનના કારણે પડતા જેથી આરોપી ઉપેન્દ્રભાઈ જોષી, લતાબેન ઉપેન્દ્રભાઈ જોષી અને ગૌરવભાઈ ઉપેન્દ્રભાઈ જોષીના ઘરમાંથી બહાર આવી ફરિયાદી કૃણાલભાઈને કહેલ કે કેમ પથ્થરના ઘા કરો છો તેમ કહી ફરિયાદી કૃણાલભાઈ તથા હિતેશભાઈ સાથે ઝઘડો કરી ગાળો આપી આરોપી ઉપેન્દ્રભાઈ તથા ગૌરવભાઈએ પાઈપ વડે ફરિયાદી કૃણાલભાઈને જમણા હાથે તથા જમણી આંખની બાજુમાં ફેકચર જેવી ઈજા કરી તથા હિતેશભાઈને મૂઢ ઈજા કરી તેમજ આરોપી ગૌરવભાઈએ ફરિયાદી કૃણાલભાઈના પિતાને માથાના ભાગે પાઈપ વડે ઈજા કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.

સુરતના વ્યકિતએ ટાઇલ્સનો જથ્થો મંગાવી પૈસા ન આપ્યા

મોરબીમાં સિરામિક વેપારી પાસેથી ટાઈલ્સ મગાવીને બીલની રકમ ન આપી છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે.

રવાપર રોડ પર આવેલ સત્ત્।ાધાર સોસાયટીમાં રહેતા પારસભાઈ જયસુખભાઈ ગોધાણીને લીઝા ટાઈલ્સ નામનું સિરામિક હોય અને તે ટાઈલ્સનો વેપારી કરતા હોય જેની આરોપી નીલેશભાઈ સાવલિયા રહે-સુરત વાળાએ કોઈપણ રીતે માહિતી મેળવી ફોન કરી ફરિયાદી પારસભાઈ તથા સાહેદને વિશ્વાસમાં લઈને ફરિયાદી પારસભાઈ પાસેથી ટાઈલ્સના કુલ બોક્ષ નંગ – ૧૫૪૨ કીમત રૂ.૧,૭૪,૨૦૧ મંગાવી જે ટાઈલ્સના બોલની રકમ ન આપી વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોધાઇ છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(1:03 pm IST)