Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પોરબંદરમાં નવા આવેલા કલેકટર અશોકભાઇ શર્માનો ગેરકાયદે ખાણો ઉપર સપાટોઃ કરોડોની રોયલ્ટી ચોરી પકડી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧૪ :..  જિલ્લા કલેકટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ અશોકભાઇ શર્માએ જિલ્લામાં ગેરકાયદે  ધમધમતી ખાણો  ઉપર દરોડા પાડીને કરોડોની રોયલ્ટી ચોરી પકડીને સરકારની તિજોરીની આવક વધારી છે.

પોરબંદરના નવા કલેકટર તરીકે અશોકભાઇ શર્માએ ચાર્જ સાંભળતાની સાથે પોરબંદર જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર ખાણો બંધ કરાવવા ખનીજ ચોરી કરનારા સામે લાલ આંખ કરી છે.

માધવપુરથી મિયાણી સુધી જેટલી ગેરકાયદેસર ચાલતી તેમાં કલેકટર અશોકભાઇ શર્માએ થોડા પહેલા બળેજ મુકામે અને રાતડી ગમે ખનીજ ખાતાને સુચના આપી અને ચોરી પકડી પાડી ૬ કટિંગ મશીન કુલ ૩ ખાડા પકડી પાડી મિયાણી પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કર્યો હતો અને મિયાણી ગામે ૧ ટ્રેકટર અને ૧ જનરેટર ૩ કટીંગ મશીન પણ પકડી પાડી ગુન્હો નોંધવામાં આવ્યો હતો નવા કલેકટર તરીકે ચાર્જ સાંભળતાની સાથે જ સરકારની તિજોરીમાંથી થતી ચોરી બંધ કરાવવા બીડું ઝડપ્યું છે.

(1:04 pm IST)