Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

પૂનમબેન માડમ દ્વારા જામનગરમાં મેગા વેકસીનેશન કેમ્પના આયોજન

જામનગર તા. ૧૪ :  સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરિયલ ટ્રસ્ટ તથા જામનગર મહાનગરપાલિકાના સંયુકત ઉપક્રમે હાલારના સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારા બે દિવસ દરમિયાન ૧૮ વર્ષથી ઉપરના તમામ નાગરિકો માટે વિનામૂલ્યે કોરોના રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ રસીકરણ કેમ્પનો પ્રારંભ થતાં સાંસદ પૂનમબેન માડમએ વોર્ડ નં.૨માં શાળા નં.૩૨/૫૦, વોર્ડ નં.૩માં વિશ્રકર્મા બાગ, વોર્ડ નં.૪માં કિલ્લોલ વિદ્યાલય, વોર્ડ નં. ૫માં પંચવટી કોલેજ, વોર્ડ નં.૭માં આહિર સમાજ, વોર્ડ નં.૧૪માં કચ્છી ભાનુશાળી વાડી, વોર્ડ નં.૧૬માં પ્રસંગ હોલ, વોર્ડ નં.૧૩માં ગુરુનાનક મંદિર ખાતે ચાલતા રસીકરણ કેમ્પની મુલાકાત લઇ રસી લેનાર લોકોને બિરદાવ્યા હતા.

આ સાથે જ સાંસદશ્રીએ શાળા નં.૫૦ની આંગણવાડીની મુલાકાત લીધી હતી અને આંગણવાડી બહેનોની કામગીરીની પ્રશંસા કરી હતી.

આ પ્રસંગે રાષ્ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ચેરમેન મનહરભાઈ ઝાલા, ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ,  મેયર બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન  મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા, દંડકશ્રી કેતનભાઈ ગોસરાણી, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા,મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, વિજયસિંહ જેઠવા, ગોપાલભાઈ સોરઠીયા, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા, રાજુભાઈ ત્રાગડા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ, પૂર્વ ચેમ્બર પ્રમુખ લાખાભાઈ કેશવાલા, પૂર્વ ધારાસભ્યશ્રી લાલજીભાઇ સોલંકી, પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, હસમુખભાઈ જેઠવા, પ્રતિભાબેન કનખરા, અમીબેન પરીખ, એ.પી.એમ.સી. વાઇસ ચેરમેન ધીરૂભાઈ કારીયા, કોર્પોરેટરઓ ડિમ્પલબેન રાવલ જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, સુભાષભાઇ જોશી, પરાગભાઇ પટેલ, અલ્કાબા જાડેજા, પન્નાબેન કટારીયા, જડીબેન સરવૈયા, પૃથ્વીસિંહ ઝાલા, કેશુભાઇ માડમ, સરોજબેન વિરાણી, કિશનભાઇ માડમ, આશિષભાઇ જોષી, અરવિંદભાઇ સભાયા, પ્રભાબેન ગૌરેચા, લાભુબેન બંધિયા, પ્રવિણાબેન રૂપડીયા, બબીતા લાલવાણી, કેતનભાઇ નાખવા, શારદાબેન વિંઝુડા, લીલાબેન ભદ્રા, જિતેશભાઇ શિંગાળા, ગીતાબા જાડેજા, ભારતીબેન ભંડેરી, વિનોદભાઇ ખીમસુર્યા, પાર્થ કોટડીયા, પૂર્વ કોર્પોરેટર શ્રી આલાભાઈ રબારી, વોર્ડ નં. ૨ના પ્રમુખ શ્રી પ્રજ્ઞેશભાઈ ભટ્ટ,  મહામંત્રી શ્રી સી. એમ જાડેજા, હિતેશભાઈ વસાણી વગેરે મહાનુભાવો અને વિસ્તારના લોકો ઉપસ્થિત રહયા હતા.

(1:06 pm IST)