Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મોરબી : યોગ ભગાવે રોગ - ઘર બેઠા વીડીયો બનાવવાની ઓનલાઇન સ્‍પર્ધા

મોરબી,તા.૧૫:  આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્‍દ્ર દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે યોગ ભગાવે રોગના વિવિધ આસન કે પ્રાણાયામનો વિડીયો બનાવી સ્‍પર્ધામાં ભાગ લેવા આમંત્રણ પાઠવ્‍યું છે.

યોગ શબ્‍દના બે અર્થ થાય છે અને બન્ને મહત્‍વપૂર્ણ છે.પહેલો છે જોડ અને બીજો સમાધિ. યોગ ધર્મ, આસ્‍થા અને અંધવિશ્વાસથી ઉપર છે. યોગ એક પૂર્ણ ચિકિત્‍સા પધ્‍ધતિ છે. એક પૂર્ણ માર્ગ છે. ત્‍યાંᅠ પહોંચવાની આઠ સીડીઓ નિર્મિત કરી છે.

આ આઠ અંગો છે -યમ , નિયમ , આસન , પ્રાણાયમ , પ્રત્‍યાહાર, ધારણા, ધ્‍યાન , સમાધિ . ઉપરોક્‍ત આઠ અંગોના પોતાના ઉપ અંગ પણ છે. તાજેતરમાં યોગના ત્રણ જ અંગ ચલનમાં છે - આસન, પ્રાણાયામ, અને ધ્‍યાન.

ᅠᅠᅠ કેટેગરી મુજબ સ્‍પર્ધકો એ કોઈપણ આસન કે પ્રાણાયામ નો વિડીયો બનાવી મોકલી શકાય.આપનોᅠ યોગ નો વિડીયોᅠᅠ મોકલવા માટે નીચે આપેલ કોઈપણ એક વોટસપᅠ નંબર ૯૮૨૪૯૧૨૨૩૦ /૮૭૮૦૧૨૭૨૦૨ /૯૭૨૭૯ ૮૬૩૮૬ᅠ પર તા.૨૧ જુલાઇ રાતનાં ૯:૦૦ સુધી માંᅠ મોકલી આપવા યાદીમાં જણાવાયું છે.

(10:46 am IST)