Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મોરબીની આર્ટસ કોલેજના પ્રા.નલિન જોશીને નિવૃતિ વિદાયમાન અપાયું

રાજકોટ તા. મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજના પ્રાાધ્યાપક નલીનભાઇ મુગટલાલ જોશી ૩૭ વર્ષની લાંબી શૈક્ષણિક ફરજ બજાવ્યા બાદ ૧૪ જૂન ૨૦૨૧ના રોજ સેવા નિવૃત થતાં નિવૃતિ વિદાયમાન અપાયું હતું. ૧૭ વર્ષથી તેઓ મોરબીની આર્ટ્સ કોલેજમાં અધ્યાપનકાર્ય કરતા હતા. તેમનો જન્મ મોરબીમાં જ થયેલ. તેમના પિતા સ્વ. મુગટલાલ જોશી ખ્યાતનામ ભજનિક તરીકે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આજે પણ નામના ધરાવે છે. જૂની પેઢી સામે ભજનની વાત આવે એટલે સ્વ. મુગટલાલ જોશીનું નામ અવશ્ય હોઠે આવે છે. પિતાશ્રીની નોકરી આકાશવાણી રાજકોટ ખાતે હોવાથી બાળપણ બાદ તેમનો પરિવાર રાજકોટ ખાતે સ્થાયી થયો. પ્રાાથમિકથી માંડીને માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ તેમણે રાજકોટ ખાતે લીધું. ખાસ કરીને રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુજરાતી અનુસ્નાાતક ભવનમાં તેઓ ગુજરાતી વિષયના સમૃદ્ધ વિદ્યાર્થી બન્યા. હતાં. ૧૯૮૪માં 'ગંગાસતીના ભજનો' વિષય લઈને તેમણે એમ. ફિલ.નું કાર્ય પૂર્ણ કરેલ. જેની નોંધ ગુજરાતી સાહિત્યમાં લેવાયેલ છે. તેઓએ કોડીનાર કોલેજ, કેશોદ અનુસ્નાતક કેન્દ્ર ખાતે તથા મોરબીની કોલેજમાં ગુજરાતી વિષયના ગમતીલા અધ્યાપક તરીકે વિદ્યાર્થીઓમાં લોકચાહના મેળવી હતી.

(10:27 am IST)