Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

મોરબીમાં કલાસીસ શરૂ કરવા માંગણી

 મોરબી : મોરબી એકેડેમિક એસો દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરી જણાવ્‍યું છે કે કોરોના હવે કાબુમાં છે કેસો નહીવત આવે છે જેથી વેપારધંધા, મંદિર, સ્‍વીમીંગ પુલ અને થીયેટર ખુલી ગયા છે તો કલાસીસ કેમ નહિ ? ગુજરાતમાં એક લાખથી વધુ કલાસીસ ચાલતા હતા જેની સાથે ૧૦ થી ૧૫ લાખ શિક્ષકો અને તેના પરિવાર જોડાયેલા છે જે ૧૫ માસથી ચાલુ ના થતા શિક્ષક પરિવારો આર્થિક મુશ્‍કેલીનો સામનો કરી રહયા છે શિક્ષકો અને સંચાલકો માટે કોઈ સરકારી રાહત પેકેજ કેમ નહિ શિક્ષકોનો સમાજ દ્યડતરમાં ફાળો નથી ? તેવા સવાલો કર્યા છે. સાથે જ માંગ કરી છે કે કલાસીસ ખોલવાની મંજુરી આપવામાં આવે તેમજ પ્રોપટી ટેક્ષ માફ કરવા, લાઈટબીલમાં રાહત આપવા અને કલાસીસ સંચાલકોને રાહત પેકેજ આપવા માંગ કરી છે. તે તસ્‍વીર.

(11:54 am IST)