Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

માનવ મંદિર આશ્રમ સાવરકુંડલાની મુલાકાતઃ સાવરકુંડલા

 દો સિતારોંકા જમીન પર હૈં સત્‍સંગ આજકે યુગમેં. એક તબીબ છે માનવજાતનાં અને બીજાં માનસિક વિકલાંગતાને દેશવટો આપવા પ્રતિબધ્‍ધ ભેખધારી હા, બંને મહાનુભાવોનું લક્ષ તો વેદનાને વ્‍હાલ કરીને સંવેદનાનું સંવર્ધન કરવાનું જ છે. આમ તો માનવમંદિરના ભક્‍તિરામ બાપુ અને અલગારી રઘુવંશી ડો. ભરત કાનાબારની સેવા ક્ષેત્રોમાં એક સરખી કેમેસ્‍ટ્રી મળતી આવે છે. બંનેનું સેવા કાજેᅠ ગજબનું ઝનૂન ધરાવે છે. સાવરકુંડલાથી પાંચેક કિલોમીટર દૂર આવેલા માનવમંદિર આશ્રમની ડો. ભરત કાનાબારે મુલાકાત લીધી હતી. હાલ સુરત ‘અવધ ગ્રુપ'ના નામથી સમગ્ર ગુજરાતમાં જાણીતા પ્રખ્‍યાત બિલ્‍ડર દિલીપભાઈ ઉધાડે ૩૦૦૦ જોડી ચંપલ અમરેલી મોકલી આપેલ. આ સમયે ડો. ભરત કાનાબાર અને તેની ટીમ દ્વારા માનવમંદિરની મુલાકાત લઈને આશ્રમની પરિસ્‍થિતિ વિશે નોંધ લઈને પોતાનાથી થતી તમામ મદદ કરવા માટે પ્રતિબધ્‍ધતા દાખવી હતી આ સમયે માનસિક દિવ્‍યાંગ દીકરીઓને ચંપલનું વિતરણ કરેલ. અને આમ વેદનાને વ્‍હાલ આપી માનસિક દિવ્‍યાંગ દીકરીઓનાં મુખ પર સ્‍મિત લાવવાનો એક નમ્ર પ્રયાસ કરતાં જોવા મળ્‍યા હતા. અમરેલી જિલ્લા ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખ રાજુભાઈ શીંગાળા પણ તેઓની આવી પ્રેરણાત્‍મક પ્રવૃત્તિઓથી પ્રભાવિત છે.

 

(10:40 am IST)