Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આઈ.આઈ.ટી-ગાંધીનગર દ્વારા આયોજિત શ્રેષ્ઠ બગીચાવાળી શાળાની સ્પર્ધામાં ઓકિસજન પાર્ક બનેલી મેરૂપર ની શાળા વિજેતા : ગ્રીન સ્કૂલે હળવદની સાથે મોરબી જીલ્લાનું ગૌરવ વધાર્યું

( દીપક જાની દ્વારા ) હળવદ : કોરોના કાળમાં લોકો ઓકિસજન માટે વલખાં મારતા હતા ત્યારે સૌને સતત ઓકિસજન પૂરું પાડતા વૃક્ષોનું મહત્વ શું હોય છે તે સમજાયું અને હાલ લોકો અનેક જગ્યાએ એકી સાથે અનેક વૃક્ષો વાવીને ઓકિસજન પાર્કનું નિર્માણ કરી રહ્યા છે તાજેતરમાં પાંચમી જૂને વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવી આ દિન નિમિત્ત્।ે આઇ.આઈ.ટી.ગાંધીનગર દ્વારા સમગ્ર ગુજરાતની શાળાએ વિકસાવેલી ફૂલવાડી,હરિયાળીના ચાર ફોટો વોટ્સએપના માધ્યમથી ઓનલાઇન મંગાવવામાં આવ્યા હતા.જેમાંથી ઉત્ત્।મોત્ત્।મ પાંચ ફોટો એટલે કે શ્રેષ્ઠ પાંચ બગીચાવાળી સ્કૂલને પ્રોત્સાહિત કરવા ઓનલાઇન સ્પર્ધા યોજેલ હતી. જેમાં હળવદ તાલુકાની મેરૂપર પે સેન્ટર શાળાએ ઉપર મુજબના ફોટો મોકલી ભાગ લીધેલ હતો. ગુજરાતની ઘટાદાર અને સુંદર બગીચા ધરાવતી શાળા તરીકે મેરુપર પે સેન્ટર શાળા પસંદગી પામી છે. મેરુપર શાળાના ૪ ફોટોસ ટોપ ૫મા સ્થાન પામેલ છે. એટલે કે ગાર્ડન એરિયા ધરાવતી ગુજરાતની ટોપ ૫ શાળામા મેરૂપર પે.સે. શાળા આઈ.આઈ. ટી.ગાંધીનગર દ્વારા પસંદગી પામીને મોરબી જિલ્લાનું ગૌરવ વધારેલ છે.

(12:03 pm IST)