Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

પોરબંદર સાંસદ દ્વારા લોકસભા વિસ્તારના ૯૪૦ ગામમાંથી આદર્શ ગામ બનાવવા માટે ગોંડલના મોટા સખપુરની પસંદગી

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૧૪: પોરબંદર સાંસદ ગોંડલ નિવાસી રમેશભાઈ ધડુક દ્વારા પોતાના લોકસભા મત વિસ્તારમાં આવતા ૯૪૦ ગામડાંમાંથી આદર્શ ગામ વિકાસ માટે ગોંડલ તાલુકાના મોટા સખપુર ગામને પસંદ કરતા ગ્રામજનોમાં હર્ષ ની લાગણી ફેલાવા પામી હતી.

મોટા સખપુર ગામના સરપંચ અરુણાબેન વિજયભાઈ ડોબરીયા એ જણાવ્યું હતું કે તા. ૧૪ આજે સવારે પ્રાથમિક શાળા ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાંસદ રમેશભાઈ ધડુક, ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા સહિતના શહેર-તાલુકાના આગેવાનો હાજર રહ્યા છે આ તકે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા પોરબંદર લોકસભા વિસ્તારમાં ૯૪૦ ગામડામાંથી ગોંડલ તાલુકાના મોટા સખપુર ગામ ને આદર્શ ગામ બનાવવા પસંદગી કરવામાં આવી હોય જે અનુસંધાને ગામમાં આવનારા દિવસોમાં રોડ -રસ્તા, લાઈટ પાણી, પશુ દવાખાના તેમજ આરોગ્યની સુવિધાઓ, ઇન્ટરનેટ વાઈફાઈ વધુ સુદ્રઢ બનશે તેમજ ચેકડેમો રિપેર કરાશે અને વરસાદ પૂર વાવાઝોડાં સમયે નદીના પાણી ગામ ને સ્પર્શી જતા હોય દિવાલ બનાવવા સહિતના કામ તેમજ ગામ સુરક્ષા, ગામ સ્વચ્છતા, ગામ સુશોભન, ગામ સુવિધા, ગામ આરોગ્ય, ગામ આત્મનિર્ભરના વિવિધ પ્રકલ્પ યોજના શરૂ હાથ ધરાશે સાંસદ દ્વારા નાના સખપુર ગામની પસંદગી કરતા લોકોમાં હર્ષની લાગણી ફેલાવા પામી છે.

(12:04 pm IST)