Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

વિંછીયામાં ઘોડીપાસાના પાટલા ઉપર પોલીસ ત્રાટકીઃ ૭ શખ્સો પકડાયા

રાજકોટ તા. ૧પ : વિંછીયામાં ઘોડીપાસાના પાટલા ઉપર પોલીસે રેઇડ કરી જુગાર રમતા ૭ શખ્સોને ઝડપી લીધા હતા.

વિંછીયામાં શિવાજીપરા બોટાદ રોડ ઉપર પાણીના ટાંકા પાસે ઘોડીપાસાનો જુગાર રમાતો હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી તથા હેડ કો.એ.એસ.મેર સહિતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા અનવર શાહ ઇસ્માઇલ શાહ શાહમદાર, રજાકશાહ, જમાલશાહ, શાહમદાર, ગફાર જમાલભાઇ શાહમદાર, ઇમ્તીયાજ ગફારભાઇ શાહમદાર, જીતેન્દ્ર હેમુભાઇ તાવીયા, રાજુ હેમુભાઇ બાવળીયા, તથા મુન્ના મમકુભાઇ રાજપરા રે. તમામ વિંછીયાને રોકડા રૂ.૧૩૭પ૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(12:05 pm IST)