Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

જવાબદાર નાગરિક તરીકે ભવિષ્યમાં આવું કૃત્ય ન કરવા ગીતા રબારીને તાકીદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૫ : તા. ૧૨-૬-૨૦૨૧ શનિવારના લોકગાયિકા ગીતાબેન રબારી દ્વારા આરોગ્ય કાર્યકરને ઘરે બોલાવી પોતાના તથા પોતાના પતિનું કોવિડ રસીકરણ કરાવેલ તેવા માધ્યમોમાં અહેવાલ પ્રસારિત થયેલ તે બાબતે સંબંધિત આરોગ્ય ફિમેલ સુપરવાઇઝરને કારણદર્શક નોટીસ આપવામાં આવેલ છે. જેનો ખુલાસો સબંધિત સ્ત્રી આરોગ્ય સુપરવાઇઝર દ્વારા અત્રેની કચેરીને મળી ગયેલ છે અને તે બાબતે નિર્ણય વિચારાધિન છે.

વિશેષ કે સમગ્ર બાબતે પ્રખ્યાત લોકગાયિકા ગીતાબેન રબારીને તેમણે કોવિડ રસીકરણની માર્ગદર્શિકાને ન અનુસરવા બાબતે તેમણે કરેલ કૃત્યને ખેદજનક ગણી દેશના જવાબદાર નાગરિક તરીકે ભવિષ્યમાં આવું અશોભનીય કૃત્ય ન કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી કચ્છ-ભુજ એ તાકીદ કરીને નોટીસ પાઠવી છે.

(12:06 pm IST)