Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

રાજકોટ જીલ્લામાં પ્રકૃતી પ્રેમીઓ દ્વારા ૧પ હજાર વૃક્ષારોપણ સંકલ્પ

રાજકોટઃ ઓકસીજનનો વ્યાપ વધારવાના શુભ આશયથી જયેશભાઇ પટેલ (એડીશનલ કલેકટર) અને કુંડારીયા ફાઉન્ડેશનના શ્રી શાંતીભાઇ ફળદુ તથા કિશોરભાઇ કુંડારીયા અને વિજયભાઇ ડોબરીયા (સદભાવના ટ્રસ્ટ) એ ઝાજમેર, સુપેડી, પીપળીયા, મોટી મારડ, પાટણવાવ, કોલકી, ભાયાવદર જેવા ગામે-ગામ પહોચીને ગામના સરપંચ તથા અન્ય આગેવાનો સાથે ચર્ચા-વિચારણા અને મીટીંગનું આયોજન કરીને વૃક્ષ અને પીપળાનું મહત્વ સમજાવીને લોકોજાગૃતી કરી. દરેક ગામમાં ૧પ૦૦ વૃક્ષ વાવીને એનુ જતન કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. મોટી મારડમાં ૧પ૦૦ વૃક્ષ વાવવાનું કામ ટુંક સમયમાં શરૂ થવા જઇ રહયું છે. આ ઉપરાંત સીદસર મુકામે પુર્વમંત્રી શ્રી ચીમનભાઇ સાપરીયા તથા કૌશીકભાઇ રાબડીયા અન્ય ટ્રસ્ટી સાથેની મુલાકાતમાં મંદિરની પડતર જમીન અને સંકુલમાં મોટા પાયે વૃક્ષો રોપવાનો સંકલ્પ કર્યો અને કુલ ૧પ૦૦૦ વૃક્ષો વાવવાનો આ વિચાર મંથન અને સંકલ્પમાં પ્રકૃતી પ્રેમી શાંતીભાઇ ફળદુનો અથાગ પરીશ્રમ રહયો છે.

(12:07 pm IST)