Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

કચ્છમાં કોરોના કાબૂમાં: માત્ર પ નવા દર્દીઓ અને ૩૦૬ સારવાર હેઠળ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧પઃ કચ્છમાં કોરોના હવે કાબુમાં આવી ગયો છે. દરરોજ ઘટતાં કેસ વચ્ચે હવે નવા માત્ર પ જ દર્દી નોંધાયા છે. જયારે સારવાર હેઠળના દર્દીઓમાં પણ મોટો ઘટાડો થયો છે. અત્યારે ૩૦૭ દર્દીઓ જ સારવાર હેઠળ છે. જયારે નવું એક પણ મોત નોંધાયું નથી. કોરોના પીંક પીરીયડ હવે શાંત પડી રહ્યો છે. જોકે, લોકડાઉનમાં છૂટછાટ થયા બાદ લોકો પણ જાગૃત બને તે જરૂરી છે.

(12:10 pm IST)