Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સાણથલી જિલ્લા પંચાયત પ્રતિનિધિ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે

આટકોટ : સાણથલી જીલ્લા પંચાયતના પ્રતિનિધિ ઘનજીભાઇ ભુવા તાલુકા પંચાયત સદસ્ય લલીતભાઇ મારકણા અને ચતુરભાઇ દેસાઇ તેમજ તાલુકા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઇ કચ્છી, યુવા ભાજપ પ્રમુખ હરેશભાઇ વોરા, બાબુભાઇ બોદર, હસુભાઇ વાસાણી, રમણીકભાઇ ગોંડલીયા, આર.બી.વોરા, ભનુભાઇ પારખીયા વગેરે આગેવાનો સાથે કાનપર અને જંગવડ તાલુકા પંચાયત સીટના કાનપર, પ્રતાપપુર, ઇશ્વરીયા, જૂના પીપળીયા, જીવાપર, ગુંદાળા, જંગવડ ગામની રૂબરૂ મુલાકાત લઇને બધા ગામોના સરપંચ તેમજ આગેવાનોની રજૂઆત સાંભળવામાં આવી હતી તેમજ બધા ગામોના વિકાસના કામોની સ્થળ પર જ રજૂઆત કરીને નિકાલ કરાયો હતો.(તસ્વીર-અહેવાલ : કરશન બામટા, આટકોટ)

(12:11 pm IST)