Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

આટકોટમાં મુસ્લિમ યુવકે યુવતિ સાથે અડપલા કર્યાં: વિડીયો વાયરલ કર્યો

ઇબ્રાહીમ ઉર્ફે આશિક મહેબુબ હોથી અને ચેતન રામજી ઝાપડીયાની કોરોના રિપોર્ટ બાદ ધરપકડ કરાશે

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૧પઃ આટકોટની સત્તર વર્ષની હિન્દુ યુવતિને લલચાવી ફોસલાવી મુસ્લિમ યુવકે તેના મિત્ર કોળી યુવક પાસે અંગત પળોનો વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં વાયરલ કરતાં આટકોટમાં ભારે રોષ ફેલાઇ ગયો છે આ અંગે સ્થાનિક પોલીસે યુવતિની ફરીયાદ લઇ આરોપી વિરૂધ્ધ પોસ્કો સહિત કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલિસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ આટકોટ ગામની ૧૭ વર્ષની એક હિન્દુ સગીર યુવતીને આટકોટના મુસ્લિમ યુવકે ધાક ધમકી આપી યુવતિને સીમ વિસ્તારમાં બોલાવી હતી ત્યાં આ મુસ્લિમ યુવક દ્વારા યુવતિ સાથે શારીરીક અડપલા કરી ચુંબન કરતો વિડીયો ઉતારી સોશ્યલ મીડીયામાં વાયરલ કર્યો હતો.

મુસ્લિમ યુવક યુવતિને ચુંબન કરતો હોય અને શારીરીક અડપલા કરતો હોય તેવો તેના મિત્ર કોળી યુવાન પાસે વિડીયો ઉતારવાનું અને ફોટા પાડવાનું કહ્યું હતું આથી કોળી યુવકે બંનેનો વિડીયો મોબાઇલમાં ઉતારી લીધો હતો.

બાદમાં આ વિડીયો વાયરલ કરતાં આટકોટમાં ભારે રોષ ફેલાઇ જવા પામ્યો છે.

આ અંગે યુવતિએ પોલીસમાં જણાવ્યા મુજબ મુસ્લિમ યુવકે યુવતિને છરી બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી.

આટકોટ પોલિસે બંને યુવકો સામે પોસ્કો-પ૦૬/ર-૧૧૪ આઇ.પી.સી. ૩પ૪/એ સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની તપાસ જસદણનાં ઇન્ચાર્જ સી.પી.આઇ. કે. જે. રાણા ચલાવી રહ્યા છે.

આરોપી ઇબ્રાહીમ ઉર્ફે આશિક મહેબુબ હોથી અને બીજો આરોપી ચેતન રામજી ઝાપડીયાને પોલીસે હાથવગા કરી લીધા છે અને બન્નેના કોરોના રિપોર્ટ કર્યા બાદ ધરપકડ કરવામાં આવશે.

(1:11 pm IST)